1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

મુકેશ : જન્મ જયંતિ વિશેષ

22 જુલાઈ જન્મદિવસ વિશેષ

હિન્દી ફિલ્મ જગતમા મુકેશને તેમના જુદા જ પ્રકારના અવાજ માટે હંમેશા યાદ કરવામાં આવે છે. તેમના ગીતો આજ પણ એક અનેરી અનુભૂતિ કરાવે છે. ફક્ત 56 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી ગયેલ મુકેશ પોતાના ઘણા ગીતોને તો પડદાં પર રજૂ થતા પણ ન જોઈ શક્યા. 

મુકેશે આ સંસારને અલવિદા કર્યા પછી પણ ઘણા વર્ષ સુધી તેમના ગીત ફિલ્મોમાં જાદૂ વિખેરતા રહ્યા અને સંગીતપ્રેમીઓને તેમની જીંદાદિલ અવાજથી શાંતિ પહોંચાડતા રહ્યા.

22 જુલાઈ 1923ના રોજ એક સામાન્ય પરિવારમાં જન્મેલ મુકેશે દિલ્લીમાં નોકરી કરતા પોતાના અવાજને રેકોર્ડ કરવાની કોશિશ શરૂ કરી દીધી અને ગીત ગાવાનુ ચાલુ રાખ્યુ.

મુકેશ આ દુનિયામાંથી ગયા પછી 1977થી લઈને 80 સુધી ઘણી ફિલ્મોમાં તેમના અવાજથી શણગારેલા ગીત આવતા રહ્યા અને દર્શકોને તેમના હોવાનો આભાસ કરાવતા રહ્યા, જે તેમના જીવંત રહેવા દરમિયાન પડદાં પર નહોતા આવી શક્યા.

આ ફિલ્મોમાં ઘરમવીર, અમર, અકબર એંથોની, ખેલ ખેલાડી કા, દરિન્દા, ચાંદી સોના વગેરે છે. આ કર્ણપ્રિય ગીતોમાં 1978માં રજૂ થયેલ ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'નુ 'ચંચલ શીતલ નિર્મલ કોમલ' નો પણ સમાવેશ છે.

મોહમ્મદ રફી, મન્નાડે અને કિશોર કુમાર જેવા મહાન ગાયકોના સમકાલીન અને 50થી 70ના દશક વચ્ચે હિન્દી ફિલ્મોમાં અવાજ દ્વારા છવાયેલા ગાયક મુકેશ અભિનેતા રાજકપૂરનો અવાજ બની ગયા હતા. રાજકપૂરના અભિનયવાળી મોટાભાગની ફિલ્મોમાં પડદાં પાછળ અવાજ મુકેશનો જ રહેતો. મુકેશના અવસાન પછી રાજકપૂરે કહ્યુ હતુ - 'મેં મારો અવાજ ગુમાવી દીધો છે'.

મુકેશે આમ તો પોતાના કેરિયરની શરૂઆત 1941નાં ફિલ્મ 'નિર્દોષ'મા અભિનેતા-ગાયકના રૂપમાં કરી હતી. પરંતુ પ્રથમવાર પાર્શ્વગાયકના રૂપમાં 1945માં તેમણે એ સમ જેના સંગીતકાર અનિલ વિશ્વાસ હતા.

હિન્દી ફિલ્મો માટે તેમનુ પાર્શ્વગાયનની પહેલી સુંદર પ્રસ્તુતિ 'દિલ જલતા હૈ તો જલને દે' ના રૂપમાં આવી હતી. તેમને ગાયકના રૂપમાં ઓળખ અપવવામાં મોતીલાલનુ પણ યોગદાન રહ્યુ, જે તેમની ગાયન પ્રતિભાને ઓળખી તેમને મુંબઈ લઈ આવ્યા હતા.

મુકેશકુમાર ઉદાર ચરિત્રના વ્યક્તિ હતાં. જ્યારે મુકેશ રેકોડીંગમાં જતા હોય ત્યારે જે વ્યક્તિ પાસે પોતાનું વાહન હોય તેવા તમામ વ્યક્તિના ઘરે જઇને સ્ટુડિયો પર લઇ જતા હતાં તેમજ બધાનું કામ પુરુ થાય ત્યાં સુધી તમામની રાહ જોઇને બધા વ્યક્તિઓને એમના ઘરે ડ્રોપ કરીને પોતાના ઘરે જતા હતાં.
 
બહુંઓછા લોકોને ખબર હશે કે મુકેશનું જીવન જેટલુ જટીલ હતું એટલું સરળ હતું. સાદગી એમના ચરિત્રમાંથી રિફ્લેક્ટ થતી હતી. ઉદારતા એમના દિલમાં હતી, જેનો પરિચય શિરડીના એક રિક્ષાવાળાનો થયો હતો. એક કામ માટે મુકેશ શિરડી ગયા હતા, જ્યા એમણે એક રિક્ષા ભાડે કરી હતી. દિવસભરનું કામ હોવાથી રિક્ષાવાળો ભુખ્યા પેટે દિવસભર મુકેશના કામમાં વ્યસ્ત રહ્યો. સમયે રિક્ષાવાળાને ખ્યાલ હતો નહીં કે એમની પાછળ બેઠેલા વ્યક્તિ પાર્શ્વ ગાયક મુકેશ છે. રિક્ષાવાળાની મહેનત અને લગન જોઇને મુકેશ એમના પર પ્રભાવિત થયા અને એમના વિશેની તમામ વિગત મેળવીને પોતાના ખર્ચે એક નવી રીક્ષા ભેટ કરી હતી

મુકેશના અવાજને તેમના પુત્ર નિતિન મુકેશે પણ જીવંત રાખ્યો છે, અને તેમના પૌત્ર નીલ નિતિન મુકેશ અભિનયના ક્ષેત્રમાં દમદાર શરૂઆત કર્યા પછી આજે તેમનો ફિલ્મી વારસો આગળ વધારી રહ્યા છે.