આદિવાસીઓનો વિચિત્ર ગલ ઉત્સવ
પીઠમાં લોખંડનુ હુક ભોંકે છે, 25 ફૂટની ઊંચાઈએ લટકતો માણસ...
શ્રદ્ધા કે અંધ-શ્રદ્ધાની આ કડીમાં અમે તમને માલવાના આદિવાસી વિસ્તારના એક વિચિત્ર રિવાજથી પરિચિત કરાવી રહ્યા છે. આ રિવાજ હવે પરંપરાનુ રૂપ ધારણ કર્યું છે. આને જોયા પછી તમે થોડા ગભરાઈ જશો, થોડા હેબતાઈ જશો પણ આદિવાસીઓ આને મેધનાથ મહારાજ પ્રત્યે પોતાની શ્રધ્ધા વ્યક્ત કરવાની રીત કહે છે. જી હા આ છે ગલ ઉત્સવ. હોળીના તહેવારના સમયે ઉજવાતા આ તહેવારની શરૂઆત થાય છે માનતા માંગવાથી. ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લિંક કરો.. જો માનતા પૂરી થઈ જાય તો પોતાના ઈષ્ટદેવ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે આ લોકો પોતાના શરીરમાં લોખંડના હુક જેને સ્થાનિક ભાષામાં આંકડાં કહેવાય છે, લગાવીને ઉંચા ગલના હીંચકામાં ઝૂલે છે. ગલના ચક્કર લગાવનારા વ્યક્તિને પડિયાર કહે છે. પડિયારનો દાવો છે કે તેમને આ પીડા આપનારા રિવાજને નિભાવવા દરમિયાન કોઈપણ જાતની તકલીફનો અનુભવ થતો નથી. આવા જ એક પડિયાર ભંવર સિંહે અમને જણાવ્યુ કે ગયા વર્ષે તેણે અહીં છોકરો થવાની બાધા રાખી હતી. એક વર્ષમાં તેમની ઘરે બાબો આવી ગયો હવે તેઓ ગલમાં ચક્કર લગાવીને ઈશ્વરનો આભાર માની રહ્યા છે.
આ રિવાજ ક્યારે શરૂ થયો તેના વિશે કોઈ નથી જાણતુ પણ આદિવાસી સદિઓ જૂની આ પરંપરાને નિભાવતા આવી રહ્યા છે. આ લોકો રાવણ પુત્ર મેધનાથને પોતાના ઈશ્વર માને છે અને તેના સમ્માનમાં જ આ રિવાજ પાળવામાં આવે છે. આ રિવાજને નિભાવતા પહેલા પડિયાર ખૂબ જ દારૂ પીવે છે. તે એટલા નશામાં હોય છે કે તેમને પીઠ પર લોખંડના આંકડા ખૂંચવવાનો અનુભવ જ નથી થતો. આવા જ એક પઢિયાર પરમાલ સિંહનુ કહેવુ છે કે તેઓ દર વર્ષે આ રિવાજને પાળે છે પણ તેમને કદી પીડા નથી થતી. આમ પણ આ તો અમારી આસ્થા છે અને જ્યાં આસ્થા હોય છે ત્યાં કોઈ સવાલ નથી કરાતો.
આ રિવાજને નિભાવવાના થોડા દિવસ પહેલા જ પડિયારની પીઠ પર હળદર લગાવવામાં આવે છે પણ મોટાભાગે પડિયારની પીઠ પર ઉંડા ધા થઈ જાય છે અને તેમાંથી લોહી વહે છે. ડોક્ટરનું કહેવુ છે કે, આ રીતે તો વ્યક્તિને સંક્રામક રોગ પણ થઈ શકે છે. પરંતુ પડિયાર લોકોનુ કહેવુ છે કે આ ગલ ઉત્સવ તેમની પરંપરાનો એક ભાગ છે જેને તેઓ છોડી નથી શકતા. તમે આ અંગે શુ વિચારો છો તે અમને જરૂર જણાવો...