શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By શ્રુતિ અગ્રવાલ|

આધુનિક યુગમાં અગ્નિયુધ્ધ - હિંગોટ

પરંપરાગત યુદ્ધમાં ઘણા યુવાનો ઘાયલ થાય છે

W.DW.D

દિવાળીની જગમગાહટ, ફટાકડાના ધુમધડાકા અને રંગીન રોશનીની રેલમછેલ પુરી થયા બાદ હવે વેબદુનિયા તમારી સામે લાવે છે અનોખી દિવાળી. આ દિવાળીમાં પ્રકાશ છે....તણખા છે.....ધડાકા છે અને સાથે યુધ્ધ પણ છે. અમે અહીં વાત કરી રહ્યા છે, મધ્યપ્રદેશના ઈંદોર પાસે આવેલા ગૌતમપુરા ગામમાં દરવર્ષે થનારા હિંગોટ યુધ્ધની.

ફોટો ગેલેરી જોવા અહીં ક્લિંક કરો

હિંગોટ ગૌતમપુરા વિસ્તારમાં દરવર્ષે થનારૂ એક પરંપરાગત યુદ્ધ છે. આમ તો આ યુધ્ધમાં દર વર્ષે ધણા લોકો ઘાયલ થાય છે, છતાં પણ ગામના લોકોનો ઉત્સાહ ઓછો થતો નથી. આ યુધ્ધની તૈયારીઓ માટે ગામવાળા એક-દોઢ મહિના પહેલાથી જ કાઁટાના છોડમાં લાગનારા હિંગોટ નામના ફળને ભેગા કરે છે. પછી આ ફળની વચ્ચે દારૂખાનું ભરવામાં આવે છે. આ દારૂખાનાથી ભરાયેલા દેશી બોમ્બને એક પાતળી દાંડીથી બાંધી દેશી રોકેટનું રૂપ આપવામાં આવે છે. બસ, પછી તો શું, ગામના બાળકો, યુવાનો અને ઘરડાંઓ રાહ જોવા માંડે છે દિવાળી પછીના દિવસની. જેને હિંગોટ યુધ્ધના નામથી ઓળખવામાં આવે છે. આ યુધ્ધ બે સમૂહો - કલંગા અને તુર્રા વચ્ચે રમાય છે.
W.DW.D

યુધ્ધમાં બંને સમૂહો અંધાધુઁધ રીતે એક બીજા પર હિંગોટ વરસાવે છે. પ્રત્યેક વર્ષે રમાનારા આ અગ્નિયુધ્ધમાં ચાલીસથી પચાસ લોકો ઘાયલ થઈ જાય છે. તેમ છતાં ગામવાળાનો આ યુધ્ધ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. ગામથી બહાર ભણવા કે નોકરી કરવાવાળા લોકો પણ હિંગોટના સમયે ગામમાં જરૂર પાછા ફરે છે.
W.DW.D

આ યુધ્ધ ક્યારે અને કેવી રીતે શરૂ થયું, તે વિશે કોઈ જાણતુ નથી. પરંતુ દર વર્ષે દિવાળીના બીજા દિવસે એટલેકે નવા વર્ષમાં સાંજે પાંચ વાગ્યાથી લોકો આ યુધ્ધ રમવા મેદાનમાં આવી જાય છે. અહીંના લોકોનું માનવું છે કે, આ યુધ્ધમાં તેમની ઊંડી આસ્થા છે. યુધ્ધ રમતાં પહેલા રીતસર ગામના મંદિરમાં પૂજા-અર્ચના થાય છે. પછી આ યુધ્ધ શરૂ કરવામાં આવે છે. બંને બાજુથી યોધ્ધા હિંગોટ અને બચાવને માટે ઢાલ લઈને ઉભા રહી જાય છે....અને શરૂ થાય છે એક ભયાનક રમત....એક વાર શરૂ થઈ ગયા પછી આ યુધ્ધ ત્યાંરે જ પુરૂ થાય છે જ્યાંસુધી અંતિમ હિંગોટ ખલાસ ના થઈ જાય.

છેલ્લા વીસ વર્ષથી હિંગોટ રમનારા કૈલાશ અમને જણાવે છે કે, આ યુધ્ધ તેમના ગામની પરંપરા છે. તે કેટલીય વાર ઘાયલ થઈ ચૂક્યા છે. પણ તે આ રમતને છોડી નથી શકતા. ત્યાં જ રાજેન્દ્ર કુમાર બતાવે છે કે, છેલ્લા એક મહિનાથી હિંગોટ જમા કરવી અને તેમાં દારૂખાનું ભરવાનું કામ કરી રહ્યા છે. ગયા વર્ષે એક હિંગોટ તેમના મોઢા પર વાગ્યું હતુ. સારવાર દરમિયાન સાત ટાંકા પણ આવ્યા હતા.તેમ છતાં તે હિંગોટ રમવાનું છોડી નથી શકતા.
W.DW.D

હિંગોટ રમવાની જ નહી પણ તેને બનાવવાની પ્રક્રિયા પણ બહુ જ ખતરનાક હોય છે. ફળોમાં દારૂખાનું ભરતા સમયે પણ નાની-મોટી દુર્ઘટનાઓ થયા કરે છે. આ સાથે યુધ્ધને રમતા પહેલાં યોધ્ધાઓ ભરપૂર દારૂ પીવે છે. જેને કારણે દુર્ધટનાની શક્યતા વધી જાય છે. કેટલીય વાર અપ્રિય પરિસ્થિતિ પણ ઊભી થાય છે. આનાથી બચવા માટે અહીં ભારે પોલીસદળ અને સુરક્ષાકર્મી દળને પણ તૈનાત કરવામાં આવે છે.
W.DW.D

આમ, હિંગોટના સમયે ગામમાં ઉત્સવનું વાતાવરણ રહે છે. ગામના લોકો નવા કપડાં અને નવી પાઘડીમાં ખુશ જોવા મળે છે... પણ અચાનક થનારી ઘટના તેમના મનમાં પણ એક ડર છોડી દે છે. તમે આ પ્રકારની પરંપરા વિશે શું વિચારો છો ? તે બાબત અમને તમારા ફીડબેક સ્વરૂપે જણાવો.