શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By શ્રુતિ અગ્રવાલ|

ત્રિશૂળથી ઓપરેશન કરતા બાબા

લીંબુમાંથી ઘઉંના દાણા કાઢવાનો જાદુ બતાવે છે - બાબા

W.D
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં એક વાર ફરી અમે તમારી મુલાકાત એક કડવાં સત્ય સાથે કરાવી રહ્યા છે. એક વાર ફરી તમારી સામે એક બાબાનું ઢોંગીપણુ ખોલી રહ્યા છે. આ કડીમાં અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રતીબાડા પોલીસચોકી વિસ્તારના બાબા બાલેલાલ શર્માની. આ બાબા દાવો કરે છે કે તેમના પર પીરની સવારી આવે છે (શરીરમાં પીર બાબા આવવા) શરીરમાં પીર આવ્યા પછી તે દર્દીઓનું ત્રિશૂળથી ઓપરેશન કરે છે ! એમનો દાવો છે કે, તેઓ ભક્તોના દરેક દુ:ખ-દર્દને ભગાડી શકે છે.

W.D
આ સાંભળ્યા પછી અમે રતીવાડા તરફ વળ્યા. અહીં એક નાનકડું મંદિર બનેલું હતુ. મંદિરની બહાર લોકોની ભીડ લાગેલી હતી. વાતચીત સાંભળીને ખબર પડી કે બાબા આવવાને હજુ વાર છે. થોડી જ વારમાં સિલ્વર ઈંડિકામાં બાલેલાલ શર્મા અહીં પધાર્યા. અમારી જોડી વાતચીત કરતી વખતે તેમણે દાવો કર્યો કે તેમના પર તેમને ખાનદાની પીરની આત્મા આવે છે. જ્યારે પહેલીવાર આવું થયું હતું ત્યારે, પરિવારના લોકોએ એકદમ વિશ્વાસ નહોતો કર્યો. કેટલાય ડોક્ટરોને બતાવ્યું, પણ વાત બની નહી. પછી બધાને સમજાયું કે મારા પર પીર સાહેબની છાયા છે. મને ઘરના લોકોએ મીઠાઈ અને લોબાનથી લાદી દીધો. અગ્નિ પરીક્ષા પછી લોકોએ મારી પર વિશ્વાસ કર્યો. બાબાનો વાત કરવાનો અંદાજ જોઈને અમે સમજી ગયા કે તેઓ અમને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે અમે તેમને મીઠાઈની વાત કરી તો તેમણે કહ્યું કે પીર સાહેબને આવવા દો, તેમની ઈચ્છા હશે તો તમને મીઠાઈ મળી જશે.

W.D
આટલું કહ્યા પછી બાબા મંદિરમાં ગયા. અંદર જઈને તેમણે ઝભ્ભો-લેંઘો ઉતાર્યો અને જીંસ પહેરી લીધું. આટલું જોયા પછી અમે તરતજ સમજી ગયા કે બાબા કેટલા મોટા સાધક છે. જો પીરની સવારી આવ્યા પછી ખીલ્લીઓની અસર નથી થતી તો પછી કપડાં કેમ બદલી લીધા. કપડાં બદલીને બાબા નવું નાટક કરવા તૈયાર થઈ ગયા.... તેમણે લોબાન સળગાવ્યું.... કંઈક બબડ્યા અને વિચિત્ર રીતે હલવાં લાગ્યા....બાબાના ચેલાઓએ તેમનો જય-જયકાર કરવાની શરૂઆત કરી દીધી. તેમને ઉઠાવીને ખીલ્લીઓ પર બેસાડ્યા. ત્યારબાદ શરૂ થઈ ગઈ બાબા દ્વારા લોકોને પટાવવાની પ્રક્રિયા.

W.D
અમારી સામે એક કિડનીનો રોગી આવ્યો. આ વ્યક્તિની બંને કિડનીઓ ખરાબ હતી. દર્દીને જોઈને બાબાએ કહ્યું - "જો લીંબુની અંદરથી ઘઉંના દાણા નીકળશે તો તેઓ સારવાર કરી શકે છે". ત્યારબાદ લીંબુમાંથી ઘઉંના દાણા કાઢવાનો જાદુ બતાવવામાં આવ્યો. બાબાએ કહ્યુ . ' આ દાણા મારું વચન છે. હવે આ દર્દીનું ત્રિશૂળ વડે ઓપરેશન કરવામાં આવશે.' આટલુ કહીને બાબાએ એક કુંવારી છોકરીને બોલાવી. છોકરીના હાથમાં ત્રિશૂળ પકડાવીને બાબાએ કહ્યું કે ત્રિશૂળના પાછળનો ભાગ દર્દીની કમરમાં ચાર ઈંચ ઉંડે સુધી ઘુસાડી દેવામાં આવે. આવું કરવાથી તે સારો થઈ જશે.

આ કહેવાતા ઓપરેશનને કરવા માટે દર્દીને પહેલા ચાદરથી ઢાઁકી દેવામાં આવ્યો. પછી છોકરીએ ત્રિશૂળને દર્દીના કમર અંદર ઘૂંસાડવાનું નાટક કર્યુ. બાબાએ કહ્યું ઓપરેશન થઈ ગયું. હવે દર્દીની બીમારી અહીં જ રોકાઈ ગઈ છે. આ ઓપરેશનમાં એક ટીપું પણ લોહી ન નીકળ્યું. હવે ઓપરેશન થયું છે, ચાર ઈંચ અંદર ત્રિશૂળ ઘૂંસાડ્યુ છે તો લોહી તો નીકળવું જ જોઈને ને..... પણ બાબાથી પ્રભાવિત થયેલા નાદાન લોકોને કોણ સમજાવે. બાબાએ તો અમારી સામે એ પણ દાવો કર્યો કે આવતા અઠવાડિયે ફક્ત એક બ્લેડથી દર્દીની કિડનીયો બહાર કાઢીને તેને પંપ કરીને ઠીક કરી દેશે. હવે તમે જ બતાવો, શુ આ બાબા પર વિશ્વાસ કરવો જોઈએ ?

W.D
બાબાનું કહેવું છે કે તેઓ પૈસા નથી લેતા. આવું કરવાની પીર મહારાજે ના પાડી છે પણ આ જ બાબાના દ્વારે બે રૂપિયાના ફૂલ અને અગરબત્તી સાતથી દસ રૂપિયામાં વેચવામાં આવે છે. આ વાતથી તમે બાબાના ગોરખધંધાને સમજી જ ગયા હશો ને.

આ દર્દી પછી બાબાની પાસે કોર્ટ-કચેરીના બાબતે પરેશાન એક વ્યક્તિ આવ્યો. બાબાએ તેણે પણ ઘઉંના થોડાંક દાણા આપ્યા અને કહ્યુ કે કામ થઈ જશે. ત્યારબાદ એક દર્દી, જેણે માથા પર લોહીના થર જામેલા હતા, ના માથાનું ત્રિશૂળથી ઓપરેશન કર્યુ હતું..... ફરીથી લોહીનું એક પણ
W.DW.D
ટીપુ ન પડ્યું. અહીં ધ્યાન આપવા જેવી વાત એ હતી કે દરેક વખતે એક જ છોકરી ઓપરેશન કરી રહી હતી. બાબાના વચન અહીં જ પૂરા નથી થયા. તેઓ બાળકો થવાના, કેસ જીતવાના, દરેક તકલીફને દૂર કરવાના, દરેક અસાધ્ય બીમારીને દૂર કરવાનો દાવો કરતા રહ્યા.

તેમણે અમને એ પણ જાદું બતાવ્યો..... જાદુ ફૂલને રેવડીમા બદલવાનો. જાદુ લીંબુમાંથી ઘઉંને કાઢવાનો. આ જાદુને અમે બધા બાળપણમાં ઘણીવાર જાદૂગર આનંદ અથવા પીસી સરકારના માયાજાળમાં જોઈ ચૂક્યા છીએ..... ત્યાં કેટલાય મજાના જાદુંઓની વચ્ચે આ નાના-નાના જાદુઓને પણ જોડવામાં આવતા હતા. હવે તમે જ બતાવો, આ પ્રકારના રમત્યાર જાદુના ચમત્કાર માનવા ક્યાં સુધી યોગ્ય છે ? ત્રિશૂળ દ્વારા ઈલાજ ને તમે આસ્થા કહેશો કે અંધવિશ્વાસ, અમને જરૂર જણાવજો.