શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By શ્રુતિ અગ્રવાલ|

દેવાસનું વધતું શિવલીંગ અને મંદિર !

શું પ્રાણીઓની જેમ શિવલીંગ અને મૂર્તિઓ વધે છે ?

W.DW.D
શું ભગવાન તેમના ભક્તોના ક્લ્યાણ માટે પોતે પ્રગટ થાય છે? એક સજીવ માણસની જેમ મૂર્તિઓનો પણ આકાર વધે છે? શું ચમત્કાર વાસ્તવિક હોય છે? આ એવા પ્રશ્નો છે કે જેમના જવાબ કોઈ નથી જાણતું, પરંતુ ધર્મમાં માનનારા દરેક શ્રદ્ધાળુઓ ક્યારેક ને ક્યારેક આવા ચમત્કારોથી ચકિત જરૂર થાય છે. ક્યારેક કોઇ વૃક્ષની અંદર તેમને પોતાના ભગવાન દેખાય છે તો ક્યારેક પ્રસાદ તેની જાતે જ ગાયબ થઈ જાય છે. આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની અમારી પ્રસ્તુતિમાં અમે આવા જ એક મંદિરે પહોચ્યા. હવે આ મંદિરની સાથે જોડાયેલ ચમત્કાર આસ્થા છે કે અંધવિશ્વાસ એ હવે તમે જ નક્કી કરો.

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો...

આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને દેવાસના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત કરાવી રહ્યાં છીએ... આ મંદિરની સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી છે... મંદિરની આસપાસ રહેનાર લોકો અને અહીંયાં નિયમિત રીતે દર્શન કરવા માટે આવનાર લોકોનું કહેવું છે કે અહીંયાનું શિવલીંગ ફક્ત સ્વયંભૂ જ નથી પરંતુ દર વર્ષે તેની ઉંચાઈ પણ વધતી રહે છે જે તેની જાતે જ એક ચમત્કાર છે. આ ચમત્કારની વાત સાંભળીને અમે મંદિરથી જોડાયેલ લોકોનો સંપર્ક કર્યો.
W.DW.D


જ્યારે અમે મંદિરમાં પહોચ્યા ત્યારે થોડાક શ્રદ્ધાળુઓ શિવ ભક્તિમાં લીન હતાં. તે લોકોને વિશ્વાસ હતો કે અહીંયા માંગવામાં આવેલી બધી જ માનતાઓ પુરી થાય છે. મંદિરમાં પ્રતિષ્ઠિત લીંગ ખાસ કરીને ઉજ્જૈનના મહાકાલ શિવલીંગ જેવું જ લાગી રહ્યું હતું... બસ એક જ વાતની અજાયબી હતી કે જ્યાં મહાકાલનું શિવલીંગ ઘસાવાને કારણે સતત ઘટી રહ્યું છે ત્યાં જ અહીં લોકોનો દાવો છે કે શિવલીંગ સતત વધી રહ્યું છે.

W.DW.D
મંદિરની પાસે રહેનાર રાધા કૃષ્ણ માલવીયનું કહેવું છે કે તે નાનપણથી જ આ શિવલીંગની આરાધના કરતાં આવ્યાં છે. તેમને જાતે જ આ શિવલીંગનો આકાર બદલતાં એટલે કે તેને વધતાં જોયું છે. તેમનો દાવો છે કે દરેક શિવરાત્રીના દિવસે આ શિવલીંગ એક તલ જેટલું વધી જાય છે... શરૂઆતમાં તો કોઇને પણ આવો અહેસાસ નહોતો થયો, પરંતુ ચાર-પાંચ વર્ષ પછી બધાને અહેસાસ થવા લાગ્યો કે શિવલીંગ સતત વધી રહ્યું છે. હવે આની ઊંચાઈ ઘણી વધી ગઈ છે. આ શિવલીંગનું સ્વયંભૂ થવા પછળની પણ એક કથા છે...
W.DW.D
કહેવામાં આવે છે કે આજથી લગભગ સો વર્ષ પહેલા જ્યારે દેવાસ એક ગામડું હતું અને અહીંયાં વાહન વ્યવહારની કોઇ સારી એવી સુવિધા નહતી ત્યારે ગૌરીશંકર પંડિત નામના એક વ્યક્તિ મહાકાલના પરમભક્ત હતાં. તેઓ દરરોજ સવારે મહાકાલના દર્શન કર્યા બાદ જ અન્ન ગ્રહણ કરતાં હતાં... એક વખત મુશળધાર વરસાદ થવાને કારણે દેવાસ-ઉજ્જૈનનું નાળુ ઉભરાઈ ગયું અને તેઓ ઉજ્જૈન ના જઈ શક્યાં. પોતાના આરાધ્યના દર્શન ના કરી શકવાને કારણે ગૌરીશંકરે અન્નનો ત્યાગ કરી દીધો. આ વખતે વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લેતો અને ગૌરીશંકર જીવનાના છેલ્લાં શ્વાસ ગણવા લાગ્યાં. તે મૃત્યુંની નજીક જ હતાં તે જ વખતે તેમને ભોળાનાથે દર્શન આપ્યાં અને વરદાન માંગવા માટે કહ્યું.. ગૌરીશંકરે ભગવાન પાસેથી નિત્ય દર્શનનું વરદાન માંગ્યું. ભગવાને તેમને આશીર્વાદ આપ્યાં કે જ્યાં તેઓ પાંચ બિલિપત્ર મુકશે ત્યાં મહાકાલ હાજર થશે...

આ ઘટના બાદ જ દેવાસની આ ટેકરી પર સ્વયંભૂ ભગવાન પ્રગટ થયાં હતાં. ગ્રામીણ લોકોએ અહીંયા મદિરનું નિર્માણ કરાવી દીધું ત્યાર બાદ આ મંદિર જન આસ્થાનું કેન્દ્ર બની ગયું. આ ઘટનાના થોડાક વર્ષો બાદ લોકોએ એવું અનુભવ્યું કે આ મંદિર સતત વધી રહ્યું છે. ત્યારથી તેને ચમત્કાર માનવા લાગ્યાં. અહીંયા આવનાર લોકોનો દાવો છે કે મંદિર દરેક શિવરાત્રીના દિવસે એક તલ જેટલું વધી જાય છે.

આ મંદિરની સેવા સમિતિના સદ્સ્ય ભીમસિંહ પટેલ જણાવે છે કે તે પાછલાં ઘણાં વર્ષોથી સેવા સમિતિમાં છે તે દરમિયાન તેમણે હંમેશા આ શિવલીંગને વધતાં જોયુ છે. તે દાવો કરે છે કે આ ચમત્કારીક શિવલીંગ છે જેનો આકાર સતત વધી રહ્યો છે... આ વાતનું પ્રમાણ આપવા માટે તેમણે અમને શિવલીંગનો જુનો ફોટો બતાવ્યો. પીળા પડી ગયેલા આ ફોટાની અંદર શિવલીંગનો આકાર વર્તમાન શિવલીંગના આકાર કરતાં નાનો લાગી રહ્યો હતો.

અહીંયાનું શિવલીંગ સતત વધી રહ્યું છે તે વાતને આપણે ફક્ત ફોટો દ્વારા સાચી ઠેરવી ન શકીએ. ઘણી વખત એવું બને છે કે થોડાક લોકો ચમત્કારની વાતો ફેલાવીને ભોળા લોકોને ઠગે છે. આમ પણ એક તલ એટલો નાનો હોય છે કે તેને અલગ માપવાનું શક્ય નથી. ત્યાં વૈજ્ઞાનિકો અવું માને છે કે ઘણી જગ્યાએ ભૂગર્ભીય ક્રિયાઓને કારણે પણ શિવલીંગની અંદર થોડોક વધારો થતો રહે છે. થોડીક આવી પ્રક્રિયાથી સમતલ જગ્યા પર ઘણા વર્ષો બાદ ટેકરીઓ ઉભી થઈ જાય છે.
W.DW.D


હાલમાંજ ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના એક ગામ પાસે આવેલો ડુંગર વધુ ભેજના કારણે તુટીને બે ભાગમાં વહેચાય ગયો અને તેની વચ્ચે 10 ફૂટની જગ્યા થઇ ગઇ હતી, તો તે શું ચમત્કાર કહેવાય ?