નાડી જ્યોતિષ દ્રારા જાણો ભવિષ્ય

તાડપત્રો પર કંડારેલી ભારતની પ્રાચીન જ્યોતિષ વિદ્યા

વૈથીશ્વરમ| વેબ દુનિયા|

કાલે શુ થશે ? શુ આપણે આગળ વધીશુ .... બાળકોનું સ્વાસ્થ્ય તો ઠીક રહેશે ને ... ન જાણે આવી કેટલીય વાતો છે જે આપણે જાણવા માગીએ છીએ. વર્તમાનમાં રહીને ભવિષ્યના ગર્ભમાં છુપાયેલા રહસ્યને જાણવા માગીએ છીએ...અને તેને માટે જ્યોતિષિયોના ચક્કર કાપતા રહીએ છીએ. જી, હા ભવિષ્ય વિશે જાણવાની ઈચ્છા કોણે નહી થતી હોય ? ભવિષ્ય જાણવાની ઘેલછાંને કારણે કોઈપણ જ્યોતિષ પાસે જવા મજબૂર થઈ જાય છે. તેથી આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે તમારી સામે લાવ્યા દક્ષિણ ભારતની જ્યોતિષ વિજ્ઞાનની એક પ્રમુખ વિદ્યા 'નાડી જ્યોતિષ', જે પ્રાચીનકાળથી જ્યોતિષ શાસ્ત્રમાં પોતાનું અલગ સ્થાન ધરાવે છે. આ વિદ્યાને જાણવાવાળા દાવો કરે છે કે આના દ્રારા કોઈ પણ વ્યક્તિનું ભૂત-ભવિષ્ય જાણી શકાય છે.

ફોટોગેલરી જોવા માટે અહીં ક્લિક કરો...

એવું મનાય છે કે આ વિદ્યામાં હજારો વર્ષ પહેલા અત્યંત વિદ્વાન સાધુ-સંતોમાં સંપૂર્ણ બ્રહ્માંડના બધા જીવોનું જીવનકાળ (ભૂત અને ભવિષ્ય)નું વિવરણ જાણવાની શક્તિ હતી. તેઓએ એમના આ વિશિષ્ટ જ્ઞાનને પ્રાચીન તમિલ ભાષાની લિપિમાં તાડ-પત્રોંમાં સુરક્ષિત રાખ્યું છે. નાડી જ્યોતિષકારો આ મુલ્યવાન જ્યોતિષ સંબંધીત જ્ઞાનને વાચીને ઇચ્છાધારી લોકોનું ભવિષ્ય બતાવે છે.

માનવામાં આવે છે કે આ તાડ-પત્ર લગભગ 2,000 વર્ષ જુનું છે. કોઇ પણ વ્યક્તિના ભૂત અને ભવિષ્યને જાણવાની આ અનોખી રીત છે-નાડી જ્યોતિષ. જ્યોતિષિયોના મુજબ બહુ બધા વિદેશી મુખ્યરૂપથી જાપાની લોકો પણ અમારા કેન્દ્રોમાં ભવિષ્ય જાણવા આવે છે. કોઈપણ વ્યક્તિને તેના જીવનની પ્રત્યેક ક્ષણની સચોટ જાણકારી આપવાની આ વિદ્યા, તેમણે ખૂબ પ્રભાવિત કરે છે.

'નાડી' શબ્દનો તમિલ અર્થ 'ખોજ' છે. આ વિદ્યાનું નામ 'નાડી' એ માટે છે કે કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનના વિશે ની બધી શોધોનું નિષ્કર્ષ પોતાની જ નાડીમાં મેળવે છે. તાડ-પત્રો પર લખેલા આ અભિલેખ ભારત વર્ષના ખૂણે-ખૂણે જોવા મળે છે. આમાંથી કેટલાક અભિલેખ તમિલનાડુમાં મળ્યા, જેનો ઊંડો અભ્યાસ દ્રારા જાણવા મળ્યુ કે આ અભિલેખ દક્ષિણ ભારતના પ્રસિધ્ધ ચોલ વંશના કાલમાં લગભગ હજાર વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.

દરેક 'નાડી' પ્રાચીન તમિલ ભાષાની લિપિમાં બનાવવામાં આવી છે. આ તાડપત્રોને સુરક્ષિત રાખવા માટે આની ઉપર મોરના પીંછાના તેલનો લેપ લગાડવામાં આવે છે. આ તેલને કારણે જ આ તાડ પત્ર હજારો વર્ષ પછી આજે પણ સુરક્ષિત છે. વર્તમાનમાં સૌથી પ્રાચીન તાડ-પત્ર તમિલનાડુના તંજૌર જિલ્લાના સરસ્વતી મહેલ સંગ્રાલયમાં સુરક્ષિત છે.


આ પણ વાંચો :