શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By શ્રુતિ અગ્રવાલ|

મેસોનિક લોજનું રહસ્ય શું છે જુઓ...

મહુમાં કિંગ સોલોમોનના ભૂતબંગલાને જોવો છે ?

W.DW.D
આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને એક ભૂત બંગલા વિશેની હકીકત બતાવવા જઈ રહ્યા છે. કેટલાક દિવસો પહેલા અમારા એક મિત્રએ અમને જણાવ્યું કે મહુમાં એક ભૂતબંગલો છે. રાતની વાત છોડો અહીં તો દિવસે પણ લોકો આવતા ગભરાય છે. અહીંના રહેનારાઓનું કહેવું છે કે રાતે આ સુમસામ દેખાતા મકાનમાંથી વિચિત્ર અવાજો આવે છે. તે બધુ સાંભળ્યા પછી અમે વાટ પકડી મહુના આ ભૂત બંગલાની.......

મહુ પહોંચ્યા પછી અમે ભૂતબંગલાની આસપાસ રહેનારા લોકો સાથે વાતચીત કરી. વાતચીતમાં જાણવા મળ્યુ એક રહસ્ય..... જી હા, તૈયાર થઈ જાવ,,,,, અમે તમારી સામે એક રહસ્ય ખોલી રહ્યા છે. રહસ્ય છે મેસોનિક લોજ(ફ્રીમેસન સંપ્રદાયના લોકોની મળવાની જગ્‍યા). આ તે જ લોજ છે જેની શરૂઆત ઈશા મસીહાના જન્મ પહેલા રોમના સમ્રાટ રહી ચૂકેલા કિંગ સોલોમોનના શાસનકાળમાં થઈ હતી અને દુનિયાભરમાં જેની શાખાઓ ફેલાઈ હતી અને જેમાં મોટા મોટા બુધ્ધિશાળી લોકોનો સમાવેશ થાય છે.

મેસોનિક લોજના રહસ્યની ફોટોગેલેરી જોવા અહીં ક્લિંક કરો...

લોજના સભ્યોની શંકાસ્પદ અને ગુપ્ત ગતિવિધિઓને કારણે આ જગ્યાને બહુ રહસ્યમય માનવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે અહીં તાંત્રિક પૂજા થાય છે તો કેટલાક લોકો સમજે છે અહીં પરલૌકિક રહસ્યો પર શોધ કરવામાં આવે છે. બીજી બાજુ કેટલાકનું માનવુ છે કે મેસોનિકના સમયમાં શૈતાનની આરાધના કરવામાં આવતી હતી. પણ આ અફવાઓની પાછળ હકીકત શું છે? આ કોઈ નથી જાણતુ તો ચાલો હવે તમારી સાથે અમે આ ઊંડા રહસ્ય પરથી પર્દો ઉઠાવવાની કોશિશ કરીએ. આ રહસ્યને ખોલવાના અમારા પ્રયત્નોની શરૂઆત થઈ એક શાળાન પ્રિંસીપાલ જે.ડી હોલીવરથી. જે.ડી હોલીવર છેલ્લા 22 વર્ષોથી મેસોનિક લોજ સાથે જોડાયેલા છે. તેમણે અમને વાયદો કર્યો કે અમે અમારા બીજા મિત્રો સાથે વાત કરીશું પછી જ કશુ બતાવીશું કારણકે મેસોનિક ગોપનીયતાની શપથ લે છે. બહુ વિનંતી પછી જે.ડી હોલીવર અને તેમના સાથીઓને અમને આ લોજથી સંબંધિત પોતાના અનુભવ અમને બતાવ્યા.
W.D
મેસંસે અમને મેસન ટેમ્પલમાં આમંત્રિત કર્યા. નક્કી કરેલા સમયે અમે મેસોનિક લોજની એકદમ પાસે પહોંચી ગયા. લોજની આસ-પાસની જગ્યા બહુ સુમસામ હતી. કાળી રાતમાં લોજનું મકાન ખરેખર ભયાનક લાગી રહ્યુ હતુ. થોડી જ વારમાં મેસન હોલીવર, મેસન રાધા મોહન માલવીય, મેસન મેજર બી.એલ, યાદ, મેસન કમલ કિશોર ગુપ્તા પણ લોજની બહાર પહોંચી ગયા. જલ્દી જ લોજનો દરવાજો ખુલી ગયો. મુખ્ય હોલમાં પગ મુકતા જ અમે ચોંકી ગયા. અહીં એક આઁખવાળો ફોટો લાગ્યો હતો. કહેવાય છે કે મેસન આની પૂજા કરે છે. હોલની ભીંતોમાં જુના મેસંસના ચિત્રો લાગેલા હતા. ત્યારપછી અમે મેસોનિક ટેમ્પલમાં ગયા....મેસંસે અમને જણાવ્યુ કે, આ ટેમ્પલની સ્થાપના કિંગ સોલોમોને કરી હતી. અહીંની ભીંતો પર કિંગ સોલોમોનની સ્થાપનાને સમજાવતા રેખાચિત્ર ટાંગેલા છે. આ ટેમ્પલમાં તેઓ શું કરતા હતા તે જ એક રહસ્ય છે.
W.D
ટેમ્પલનુ અવલોકન કરતી વખતે વાતવાતમાંજ ઓલ્ડ ેસંસે અમને લોજના વિશે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી દીધી જેને તેઓ પહેલા બતાવવા નહોતા માંગતા. આ માહિતી મુજબ મેસોનિક બનવા માટે તમારામાં કોઈ ખાસ વાત હોવી જોઈએ. દરેકને અમે અમારા ગ્રુપમાં નથી જોડતાં. સૌથી પહેલા નવી ભરતી મેસનને ડેકન માનવામાં આવે છે. જ્યારે તે યોગ્ય થઈ જાય છે તો સીનિયર ડેકન બની જાય છે. સીનિયર ડેકન પછી તેને જૂનિયર અને સીનિયર વાર્ડનની ઉપાધીથી સ્વાગત કરવામાં આવે છે. ત્યારપછી તે બને છે મેસન. આ પછી પૂરી રીતે પરફેક્ટ થયા પછી તેને ઉપાધિ મળે છે વર્ચુઅલ માસ્ટરની. વર્ચુઅલ માસ્ટર તે વ્યક્તિ હોય છે જે મૈસનના ગ્રુપને લીડ કરે છે.

ડેંકનથી મેસન બનવાની યાત્રામાં લોજના મેમ્બરની ત્રણ ડીગ્રીઓ પૂરી કરવાની હોય છે પહેલી ડિગ્રીમાં વ્યક્તિને બતાવવામાં આવે છે કે તે મજૂર છે. તેણે સુંદર નિર્માણ કરવાનું છે. મતલબ સમાજને કશુંક આપવાનું છે. બીજી ડિગ્રીમાં બતાવવામાં આવે છે કે અમારા સારા કામ અમારા જીવનને સુંદર મંદિરમાં ફેરવી નાખે છે. ત્યાં ત્રીજી ડિગ્રીમાં જીવનની નશ્વરતાનો પાઠ ભણાવવામાં આવે છે. આ ડિગ્રીમાં કોફિનના સાથે-સાથે માટીમાં દફનાવ્યા પછી અમારા કંકાલનું છેલ્લુ હાંડકુ કોન જેવું બની જાય છે. આ પણ જણાવવામાં આવે છે કે, જેને માટે માનવ મુંડનો ઉપયોગ કરે છે.,,,, આ વિચિત્ર ડિગ્રીઓના કારણે જીવનની કઠણ રહસ્યોને કારણે મેસોનિક લોજને લઈને લોકોમાં અંધ-શ્રદ્ધા ફેલાયેલી છે.

જ્યારે અમને આ અંધ-શ્રદ્ધાના સંબંધમાં મેસંસથી જાણવા માગ્યુ તો તેમણે જણાવ્યુ કે લોજના મેમ્બર અઠવાડિયામાં એક વાર મોડી રાતે જ લોજમાં મળે છે. અમારી મીટિગ્સના દરમિયાન અમે વધુ અજવાળું નથી કરતા. અંધારામાં જ કામ કરીએ છીએ. અમે અમારી રીત કોઈને નથી બતાવતા તેથી લોકોને લાગે છે કે અમે ભૂત બનીને નાચીએ છીએ. પણ એવુ ક્શુ નથી. જ્યારે અમે તેમની ત્યાં બનેલા શંતરંજના ખાકે અને તલવારના વિશે જાણવાની ઈચ્છા બતાવી તો અમને જણાવવામાં આવ્યુ કે મેસંસ ટેમ્પલ પાઈથાગોરસ પ્રમેયના આધાર પર બનાવવામાં આવે છે. આથી આ ખાકા અમે ખેંચીએ છીએ. સાથે જ અમારા કપડા, તે પર લાગેલા ઘરેણા અને બેઠક વ્યવસ્થા બધુ એકદમ જ અલગ હોય છે. અમે વૈજ્ઞાનિક રીતે ચર્ચા કરીએ છીએ.. આ વાત લોકોની સમજણથી બહાર છે તેથી અમારી ગતિવિધિઓને ખોટી સમજવામાં આવે છે.
W.D

આ સાથે જ કિંગ સોલોમોનના રાજ્યમાં લોજની અંદર ધડ અલગ, હાથ-પગ કાપી નાખવા જેવી કઠોર સજાવો પણ આપવામાં આવે છે. ત્યારે લોજમાંથી ચીસોનો અવાજ સાંભળવા મળતો હશે. તેથી સામાન્ય લોકો સમજે છે કે અમે પણ કાંઈક આવું જ કરીએ છીએ. અથવા તો પછી અહીં તાંત્રિક ક્રિયાઓ થાય છે તેથી અહી એવુ કશું જ નથી થતું.

આ લોકોની ચર્ચા દરમિયાન વેબદુનિયાને આ પણ ખબર પડી કે મેસંસ બ્રધરહુડ પર વિશ્વાસ કરે છે. આ બ્રધર હુડના સંબંધ બીજા મેસનની દરેક શક્ય મદદથી છે. મેસંસ પોતાની પાસે ઘર બનાવવાથી સંબંધિત દરેક સામાન રાખે છે. આ સામાન અને તેમના બધા ચિન્હો ખૂબ વિચિત્ર છે.... જેને જોઈને લાગે છે કે આમાં ગૂઢ રહસ્ય છુપાયેલું છે. જ્યારે અમે આ વિશે મેસંસ પાસેથી જાણકારી માગી તો તેઓએ વાતને પલટાવવા લાગ્યા અને અમને જણાવ્યુ કે જુના જમાનામાં આ સામાનને ભવન બાંધવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આજે આખા વિશ્વમાં લગભગ 240 મેસોનિક લોજ છે, જેનુ મુખ્યાલય સ્કોટલેંડમાં છે. બધા લોજ આજે પણ એક બીજા સાથે જોડાયેલા છે અને નિયમ-કાયદાને માને છે. આ લોજનો એક ખાસ નંબર હોય છે જેવા મહુની મેસોનિક લોજના નાન લોજ સેંટ પોલ નં - (sc) છે. પણ અમને લાગે છે કે, આજે પણ મેસોનિક લોજના કેટલાય રહસ્ય એવા છે, જેના પરથી પર્દો ઉઠવો બાકી છે. તમે આ વિશે શુ વિચારો છો તે અમને જરૂર જણાવો...