શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By શ્રુતિ અગ્રવાલ|

દારૂ પીતી કાળ ભૈરવની મૂર્તિ !!!

શું મૂર્તિ પણ દારૂ પી શકે છે ?

W.DW.D
શું મૂર્તિ પણ દારૂ પી શકે છે?...... તમે કહેશો ના એવું તો બને જ નહિ. અરે મૂર્તિ કેવી રીતે દારૂ પી શકે ? મૂર્તિ તો નિર્જીવ હોય છે નિર્જીવ વસ્તુઓને ભૂખ કે તરસનો અનુભવ થતો નથી એટલા માટે તે કાંઇ પણ ખાઇ-પી ન શકે પરંતુ ઉજ્જૈનના કાળભૈરવના મંદિરમાં આવુ નથી થતું. વામ માર્ગી સંપ્રદાયના આ મંદિરમાં કાળભૈરવની મૂર્તિને ફક્ત દારૂ જ ચઢાવાતો નથી, પરતુ બાબા મદિરાપાન પણ કરે છે.

આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમોએ આ તથ્યને ચકાસવાની કોશીશ કરી. અમારી આ કોશીશમાં સૌથી પહેલા અમે ઉજ્જૈનનો રસ્‍તો લીધો..... મહાકાળના આ નગરને મંદિરોનું નગર કહેવામાં આવે છે. પરંતુ અમારું લક્ષ હતું એક અનોખુ મંદિર કાળભૈરવ. આ મંદિર મહાકાળથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલું છે. થોડી જ વારમાં અમે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવ્યા.

W.DW.D
મંદિરની બહાર સજાવેલી દુકાનો પર અમોને ફૂલ, પ્રસાદ, શ્રીફળની સાથે સાથે દારૂની નાની-નાની બોટલો પણ નજરે ચડી. હજી અમો કંઇ સમજી-વિચારી તે પહેલા અમારી સામે કેટલાક શ્રદ્ધાળુઓએ પ્રસાદની સાથે-સાથે દારૂની બોટલો પણ ખરીદી.

કાળભૈરવની ફૉટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો.

જ્યારે અમે દુકાનદાર રવિ વર્મા સાથે આ બાબતે ચર્ચા કરી તો તેઓએ જણાવ્યું કે, બાબાની શરણે આવનારા દરેક ભક્ત તેમને દારૂ અચૂક ચઢાવે છે. બાબાના મોઢા પાસે દારૂની વાટકી અડકાવ્યા બાદ તેમાથી ધીરે ધીરે દારૂ ગાયબ થઇ જાય છે.

રવિ પાસેથી જાણકારી મેળવ્યા પછી અમે મંદિરની અંદર ગયા.... મંદિરની અંદર ભક્તોની ગીર્દી હતી. દરેક ભક્તના હાથમાં પ્રસાદની છાબડી હતી. આ છાબડીમાં ફૂલ અને શ્રીફળની સાથે સાથે દારૂની એક નાની બોટલ પણ અવશ્ય દેખાતી હતી... અમે મંદિરના ગર્ભ ગૃહમાં એક બાજુ ઉભા રહી ગયાં અને જોવા લાગ્યા કે બાબા કેવી રીતે મદિરાપાન કરે છે.


W.DW.D
અંદરનું દ્ર્શ્ય ખુબ જ નિરાળુ હતું. ભૈરવ બાબાની મૂર્તિની પાસે બેઠેલા પૂજારી ગોપાલ મહારાજ અમુક મંત્રો ગણગણી રહ્યાં હતાં. એટલામાં જ એક ભક્તે પ્રસાદ અને દારૂ ચડાવ્યો. પંડિતજીએ આ દારૂને એક નાની પ્લેટમાં કાઢીને અને બાબાની મૂર્તિના મુખ પાસે લગાવી દીધી... અને આ શુ?... ભોગ લગાવ્યા પછી વાટકીમાં દારૂની એક બુંદ પણ બચી નહી.

આ ઘટનાક્રમ સતત ચાલતો રહ્યો... એક પછી એક ભક્તો આવતા ગયાં અને બાબાની મૂર્તિ દારૂ પીતી ગઇ. બધુ જ અમારી આંખોની સામે બની રહ્યું હતું. અમે ઘણી વાર સુધી ત્યાંજ ઉભા રહ્યાં. દારૂ પીવડાવવાનો ઘટનાક્રમ સતત ચાલુ હતો. પંડિતજી ભૈરવ બાબાને એકધારો પ્રસાદ ચડાવી રહ્યાં હતાં... પરતુ ક્યાંય એક ટીપુ દારૂનું જોવા મળતુ ન હતું.

W.DW.D
અમે રાજેશ ચતુર્વેદી નામના એક ભક્ત સાથે આ બાબતે વાત કરી તો રાજેશે જણાવ્યું કે તેઓ ઉજ્જૈનના રહેવાસી છે અને દરેક રવિવારે કાલ ભૈરવને દારૂનો ભોગ લગાવવા માટે જરૂર આવે છે. રાજેશ જણાવે છે કે પહેલા પહેલા તેઓ પણ આ જાણવાની કોશીશ કરી રહ્યાં હતાં કે દારૂ આખરે જાય છે ક્યાં? પરંતુ હવે તેઓને સંપૂર્ણ વિશ્વાસ છે કે દારૂનો ભોગ ભગવાન કાળ ભૈરવ જ ગ્રહણ કરે છે.

કાળભૈરવનું આ મંદિર લગભગ છ હજાર વર્ષ પુરાણુ માનવામાં આવે છે. આ એક વામ માર્ગી તાંત્રીક મંદિર છે. વામ માર્ગના મંદિરોમાં માંસ, મદિરા, બલી, મુદ્રા જેવા પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રાચીન સમયમાં અહીયાં ફ્ક્ત તાંત્રીકોને પ્રવેશ આપવામાં આવતો હતો. તેઓ અહીયાં તાંત્રીક ક્રિયાઓ કરતાં હતાં અને કંઇક ખાસ પ્રસંગો પર કાળ ભૈરવને ભોગ ચઢાવવામાં આવતો હતો. સમયાંતરે આ મંદિર સામાન્ય માણસો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું પરંતુ બાબાએ મદિરાનો ભોગ સ્વીકારવાનું ચાલુ જ રાખ્યું.

W.DW.D
હવે અહીંયા જેટલા પણ દર્શનાર્થીઓ આવે છે તે બાબાને ભોગ જરૂર ચડાવે છે. મંદિરના પૂજારી ગોપાલ મહારાજ જણાવે છે કે અહીંયા વિશિષ્ટ મંત્રો દ્વારા બાબાને અભિમંત્રીત કરીને તેમને દારૂ ચઢાવવામાં આવે છે જેને તેઓ ખુબ જ ખુશીની સાથે સ્વીકાર પણ કરે છે અને પોતાના ભક્તોની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

કાળ ભૈરવના દારૂ પીવા પાછળ શું રહસ્ય છે તેને લઇને ખુબ જ લાંબો વાદ-વિવાદ થઇ ચૂક્યોં છે. વર્ષોથી આ મંદિરની સેવા કરનાર રાજુલ મહારાજ જણાવે છે કે તેઓના દાદાના જમાનામાં એક અંગ્રેજ અધિકારીએ મંદિરની ખુબ જ ઉંડી તપાસ કરાવી હતી પરંતું તેને હાથ કઇ જ લાગ્યું નહી... તેને મૂર્તિની આજુબાજુની જગ્યાનું પણ ખોદકામ કરાવ્યું પરંતુ પરિણામ વ્યર્થ. તે પછી તેઓ પણ કાળ ભૈરવના ભક્ત બની ગયાં. ત્યાર બાદ અહીયાં દારૂને વાઇન તરીકે ઉચ્ચારવાની પ્રથા થરૂ થઇ જે હજુ સુધી ચાલુ છે.

મંદિરમાં ઘણી વાર સુધી બેઠા અને આજુબાજુની જગ્યાઓનું નિરિક્ષણ કર્યા બાદ અને બધા જ જાણકાર લોકો સાથે વાતચીત કર્યા પછી અમને પણ સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો કે જ્યાં આસ્થા હોય છે ત્યાં શંકા માટે કોઇ સ્‍થાન નથી.

ક્યારથી શરૂ થઈ આ પરંપરા:-
કાળ ભૈરવને દારૂ પીવડાવવાની માન્યતા વર્ષોથી ચાલી રહી છે. આ શરૂઆત ક્યાં, કેવી રીતે અને કેમ થઇ તે કોઇ જ નથી જાણતું. અહીયાં આવનારા લોકો અને પંડિતોનું કહેવું છે કે તેઓ નાનપણથી જ ભૈરવ બાબાને ભોગ લગાવતાં આવી રહ્યાં છે, જેનો તેઓ ખુશી ખુશી સ્વીકાર પણ કરે છે. તેઓના પૂર્વજો પણ તેઓને આવું જ જણાવે છે કે આ એક તાંત્રીક મંદિર હતું, જ્યાં બલી ચડાવ્યા બાદ માંસની સાથે સાથે દારૂ પણ ચઢાવવામાં આવતો હતો. હવે બલી તો બંધ થઇ ગઇ પરંતુ દારૂ ચઢાવવાનો રિવાજ એ જ રીતે ચાલું છે. આ મંદિરની મહત્તાને પ્રશાસનની પણ મંજૂરી મળેલી છે. ખાસ પ્રસંગો પર પ્રશાસન તરફથી પણ બાબાને દારૂ ચઢાવવામાં આવે છે.