1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

રામાયણના પાઠથી કાયા પલટ થઈ

W.D
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાના એક ગામમાં. જ્યાંનો દરેક માણસ રામધૂનની અંદર ડુબી ગયેલો છે. તિવડીયા ગામના ગ્રામીણજનોનું એવું માનવું છે કે તેમના ગામની કાયાપલટ થઈ ગઈ તે રામનામ અને કથાનો જ ચમત્કાર છે.

14 વર્ષ પહેલાં આ ગામ બિમારી, દુષ્કાળ અને કાળની લપેટમાં આવી ગયું હતું. પરંતુ જ્યારથી તેમણે હનુમાન મંદિરમાં અખંડ રામાયણનો પાઠ શરૂ કર્યો ત્યારથી ગામ દરેક પ્રકારની આપત્તિઓથી મુક્ત થઈ ગયું છે. અહીંયા અખંડ રામાયણ પાઠની સાથે સાથે અખંડ જ્યોત પણ પ્રજ્વલિત રહે છે.

બાળકો અને વડીલોએ રેવા શંકર તિવારી સાથે મળીને શરૂ કર્યો હતો અખંડ રામાયણનો પાઠ પરંતુ આજે ગામનો દરેક માણસ આની સાથે સંકળાઈ ગયો છે. બાળકો શુ કે વડીલો ગામના દરેક વ્યક્તિની હવે જવાબદારી થઈ ગઈ છે કે રામાયણનો પાઠ અહીં ચાલુ રહે. એવી માન્યતા છે કે જો આ પાઠ રોકાઈ ગયો તો ગામના ખરાબ દિવસો ફરી શરૂ થઈ જશે. આથી ગામનો દરેક વ્યક્તિ વારાફરતીથી રામાયણ પાઠ માટે આવે છે.

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો
રામાયણ પાઠના આયોજક અને મંદિરના પૂજારી ધર્મેન્દ્ર વ્યાસે જણાવ્યુ કે આ અખંડ પાઠના આયોજનની પ્રેરણા 14 વર્ષ પહેલા રેવા શંકર તિવારીએ કરી હતી. ત્યારથી આ અખંડ પાઠ ચાલી રહ્યો છે. જ્યારથી આ પાઠની શરૂઆત કરી છે ત્યારથી ગામની અંદર ખુશીનું વાતવરણ છવાઈ ગયું છે. પહેલાં આ ગામની અંદર પાણીનો સ્તર 300 ફુટ નીચે હતો. પરંતુ હવે અહીંયા 30 થી 40 ફુટે જ પાણી નીકળી આવે છે. ઘણી જગ્યાએ તો પાંચ ફુટ પર પણ પાણી મળી આવે છે.

ગામના એક ગ્રામીણે જણાવ્યું કે જ્યારથી આ રામાયણના પાઠની શરૂઆત કરી છે ત્યારથી ગ્રામીણોમાં ચેતના આવી ગઈ છે. દરેક વ્યક્તિ હવે જાગૃત છે અને ચારેબાજુ ખુશીનું વાતવરણ છે. અહીંયાની ખાસ વાત તે પણ છે કે અહીં કોઈ પણ પ્રકારની અનહોની નથી થતી.

W.D
વ્યાસે અમને એક ચમત્કારીક ઘટના વિશે કહ્યુ કે નવરાત્રી દરમિયાન એક વાર રમેશ તિવારી અને ગોવિંદ પવાર અન્ય લોકો સાથે મળીને પાઠ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મંદિરની છત પર વીજળી ત્રાટકી પરંતુ રામાયણનો પાઠ કરી લોકોને કોઈ પણ પ્રકારનું નુકશાન થયું નહિ. આ જ રીતે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠેલા ગોરેલાલ પવાર રામાયણના પાઠને લીધે સામાન્ય જીવન પસાર કરી રહ્યાં છે. અને એવુ પણ જોવા મળ્યુ છે કે જે ઓછુ ભણેલા અને અભણ છે તે પણ રામાયણનો પાઠ વાંચવા લાગ્યા છે.

શું રામાયણનો પાઠ કરવાથી માનસિક સંતુલન ગુમાવી બેસેલ વ્યક્તિ સારો થઈ શકે છે? અને શું આ પાઠ દ્વારા પાણીનું સ્તર વધી શકે છે? તમે ભલે આ વાતનો સ્વીકાર કરો કે ના કરો પરંતુ તમે આ વિશે શું વિચારો છો તે અમને અવશ્ય જણાવશો.....