શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

લાકડી અને નારિયળથી પાણીની શોધ !!

W.D
શું લાકડી અને નારિયેળની મદદ વડે જમીનની અંદર પાણીના સ્તર વિશે જાણી શકાય? આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે શોધી રહ્યાં છીએ આ સવાલનો જવાબ. જ્યારે અમને ખબર પડી કે તેવો કોઈ વ્યક્તિ છે જેની પાસે આવી વિદ્યા છે જેના દ્વારા તે જમીનની અંદર પાણીના સ્તરને જાણી શકે છે તો અમે ચાલી નીકળ્યાં તેની શોધમાં...

અમારી તપાસ પુર્ણ થઈ ગંગા નારાયણ શર્માની પાસે જઈને... શર્માજીનો દાવો છે કે પોતાના યંત્રો, લાકડીઓ અને નારિયેળની મદદ વડે જમીનના કયા ભાગની અંદર વધારે પાણી છે તેના વિશે તેઓ જાણી શકે છે. જમીનમાં સૌથી ઉપર પાણીનો સ્તર શોધવા માટે શર્માજી એક અંગ્રેજી અક્ષર y ના આકારની લાકડીનો ઉપયોગ કરે છે. લાકડીના બંને છેડાઓને હથેળીની વચ્ચે રાખીને તે સ્થળની ચારે બાજુ ચક્કર લગાવે છે. જે સ્થાને લાકડી પોતાની જાતે જોર જોરથી ફરવા લાગે છે તે સ્થળે તેઓ પાણી હોવાનો દાવો કરે છે. શર્માજી તેને ડાઉજીંગ ટેકનીક કહે છે અને તેના દ્વારા તેઓ 80 ટકા સફળતા મેળવવાનો દાવો પણ કરે છે.

ફોટો ગેલેરી માટે અહીં ક્લિક કરો.
ભૂ-જળ વૈજ્ઞાનિક ગંગા નારાયણ શર્મા કહે છે કે આનો ઉપયોગ ચિકિત્સાના ક્ષેત્રમાં, ભૂકંપથી જમીનદોસ્ત થયેલી નદીઓની શોધ કરવા માટે પણ કરી શકાય છે. તેમનુ કહેવુ છે કે વર્તમાન સ્થિતિમાં ભૂ જળ સ્તર લગભગ 700 ફૂટ ઉંડાણ સુધી જતુ રહ્યુ છે. જેના કારણે પાણીના સ્ત્રોતોની જાણ કરવા માટે આ તકનીક સતત કારગર સાબિત થાય છે.


લાકડીની સ્ટીક સિવાય આ કાર્યને અંજામ આપવા માટે તેઓ નારિયેળનો ઉપયોગ પણ કરે છે. આ વિધિમાં નારિયેળને હથેળી પર સીધું રાખવામાં આવે છે અને જ્યાં પણ જમીનમાં પાણી હોવાની શક્યતા હોય છે ત્યાં નારિયેળ તેની જાતે જ સીધું થઈ જાય છે. અને પછી તે જ સ્થળને જળપ્રાપ્તિનો પર્યાપ્ત સ્ત્રોત હોવાનું માનવામાં આવે છે.

W.D
અહીંયાના બિલ્ડર શર્માજી આ વિદ્યાનો ઉપયોગ કરીને જ બોરવેલ ખોદાવવાની શરૂઆત કરે છે અને તેમનો વિશ્વાસ છે કે આ વિદ્યાનો ઉપયોગ કરીને બોરવેલ ખોદવાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. જો કે શર્માજીનો દાવો હંમેશા સાચો નીકળે છે તે કહેવું પણ થોડુક કઠણ છે. ઘણી વખત 150 થી200 ફુટે પાણી નીકળવાનો દાવો 400 ફુટ સુધી જવા છતાં પણ પુર્ણ થતો જોવા નથી મળતો. છતાં પણ લોકોની આ વિદ્યાની સાથે જોડાયેલી આસ્થા તેમને વારંવાર ખેચીને અહી સુધી લઈ આવે છે.

દિવસે દિવસે થતી પાણીથી અછત અને બોરવેલ ખોદવામાં થતાં ખર્ચની ભારે રકમને લીધે લોકો આ રીતની વાતો પર વિશ્વાસ કરવા માટે મજબુર થઈ જાય છે. લોકો પોતાનો સમય અને પૈસા બચાવવાના ચક્કરમાં ગંગા નારાયણ શર્મા જેવા લોકોની શોધમાં રહે છે. આ વિશે તમારૂ શું માનવું છે તે અમને જરૂર લખી જણાવશો....