ગાજરની ફિરની
સામગ્રી
ફુલ ક્રીમ દૂધ - 1 લીટર
છીણેલા ગાજર - ½ કપ
પલાળેલા અને વાટેલા ચોખા – ¼ કપ
ખાંડ ½ કપ
કેસરના દોરા – 4-5 (હુફાળા દૂધમાં પલાળેલા)
એલચી પાવડર - ½ ટીસ્પૂન
સમારેલી બદામ અને પિસ્તા - 8-10
ઘી - 1 ચમચી
બનાવવાની રીત
ચોખાને પલાળીને કરકરો વાટી લો.
એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં છીણેલા ગાજર ઉમેરીને તળો.
દૂધ ગરમ કરો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં પીસેલા ચોખા ઉમેરો.
જ્યારે દૂધ થોડું ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં શેકેલા ગાજર ઉમેરો અને તેને ચઢવા દો.
હવે તેમાં ખાંડ, એલચી પાવડર અને કેસર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો.
સમારેલી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરો. તેને ઠંડુ કરવા અને માણવા માટે ફ્રીજમાં રાખો.