હોળીની સ્પેશ્યલ રેસીપી - સેવૈયા

seviyan recipe
Last Modified મંગળવાર, 22 માર્ચ 2016 (10:30 IST)

સામગ્રી : 1 પેકેટ ડમરું સેવૈયા અડધો કપ ઘી દોઢ કપ ખાંડ અઢી કપ પાણી, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર 2 ટેબલ સ્પૂન પિસ્તા સમારેલા 3 ટેબલ સ્પૂન કાજુના ટુકડા 3 ટેબલ સ્પૂન બદામના ટુકડા એક ક્રશ્ડ પાઈનેપલ કેસર સ્વાદાનુસાર
બનાવવાની રીત : સૌ પ્રથમ
ડ્રાયફ્રુટ્સને થોડું ઘી ગરમ કરીને ફ્રાય કરીને એકબાજુ પર મૂકી દો. હવે એ જ પેનમાં ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં સેવૈયા સાંતળી લો.
ગોલ્ડન રંગની થાય અને સરસ મજાની સુગંધ ફેલાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં અઢી કપ ઉકાળેલુ પાણી અને ખાંડ નાખીને મિક્સ કરો. ધીમા તાપે ચઢવા દો. એકથી બે મિનિટ બાદ તેમાં ક્રશ્ડ પાઈનેપલ ઉમેરો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં કેસર નાખીને બરાબર મિક્ષ કરીને પેનને ઢાંકીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

સેવૈઈમાંથી ઘી છૂટે ત્યાર બાદ ગેસ બંધ કરો. છેલ્લે તેમાં ઈલાયચી પાવડર અને રોસ્ટેડ ડ્રાયફ્રુટ્સ નાખીને બરાબર મિક્ષ કરી લો. થોડી મિનિટો માટે સેટ થવા દો. ગરમા-ગરમ સર્વ કરો.આ પણ વાંચો :