મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (11:21 IST)

આ જન્માષ્ટમી ઘર જ બનાવી ખાવો આ મથુરાના પેંડા

peda
mathura penda recipe- વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી શ્રીકૃષ્ણના જન્મોતસવ પર ભગવાનની મનપસંદ વસ્તુ તમારા ઘરે જ બનાવો અને તેની મનપસંદ વસ્તુ છે મથુરાના પેંડા. અવો જાણીએ કેવી રીતે બનાવીએ. 
સામગ્રી
માવા- 200 ગ્રામ 
ખાંડ 3 ચમચી 
ઈલાયચી પાઉડર- 1 ચમચી
ઘી- 1 ચમચી 
દૂધ- 3 ચમચી 
પાઉડર શુગર-1/4 કપ 
 
બનાવાની રીત
 
સૌથી પહેલા એક ગર્મ પેનમાં માવા નાખી ત્યારબાદ હવે ઘી અને ખાંડ નાખી સતત હલાવત અરહો. આ મિશ્રણને સારી રીતે હલાવતા રહો જ્યારે સુધી ખાંડ ઓગળી ન જાય. પછી દૂધ નાખી સતત  હલાવો, જેથી મિક્સ નીચે ચોંટી ન જાઉઅ. માવાને આટલું શેકવું કે એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. સાથે જ પેનના કિનાર મૂકવા લાગે. જ્યારે આ મિશ્રણ પેનમાં વચ્ચે એકત્ર થવા લાગે તો તેમાં ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર મિક્સચરને ગૈસથી ઉતારી લો. પ્લેટમાં નાખો. ત્યારબાદ તેને ઠંડં થવા દો. હળવું ગર્મ થતા આ મિક્સચરના પેંડાનું શેપ આપો. આ રીતે પેંડા ને પાઉડર શુગરથી કોટ કરી પિરસો.