રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2024 (17:01 IST)

Sehri Recipes: બટાકાની ખીર

Sehri Recipes
સહરીમાં ગળ્ય ખાવુ સુન્નત માનવામાં આવે છે તેથી આજે અમે તમને એવી કેટલીક રેસીપીઝ બતાવીશુ જેને તમે રાત્રે ઉઠીને માત્ર 15 મિનિટમાં બનાવી શકશો 
 
રમજાનના મહિનામાં ઈબાદત કરવાનુ બમણુ ફળ મળે છે. તેથી બધા લોકો રોજા કરવાની સાથે સાથે કુરાનની કસરતથી તિલાવત કરે છે. એટલુ જ નહી રમજાન મહિનામાં લગભગ બધા મુસલમાનોના ઘરે ઈફ્તારના સમયે સ્વાદિષ્ટ અને લજીજ પકવાન બનાવવામાં આવે છે અને રોજેદારને પીરસવામાં આવે છે.  રોજા કરવા માટે મુસ્લિમ સમુહના લોકો સવારે સૂર્યોદય પહેલા સહેરી બનારે છે અને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહે છે અને સાંજે ઉપવાસ તોડે છે. 
 
 
બટાકાની ખીર માટે સામગ્રી - 1 લીટર દૂધ 
5- બટાકા (બાફીને છોલેલા)
150 ગ્રામ - ખાંડ
1 નાની વાટકી ડ્રાયફુટ્સ (નારિયેળ, કાજુ, બદામ, પિસ્તા)
5 ચપટી એલચી પાવડર
4-5 બદામ (ગાર્નિશિંગ માટે)
 
બનાવવાની રીત - ખીર બનાવવા માટે સૌથી પહેલા મઘ્યમ તાપ પર એક તપેલી ગરમ થવા માટે મુકી દો.  હવે તેમા મૈશ થયેલા બટાકા નાખી દો. ધ્યાન રાખો કે બટાકા વધુ ચીકણા અને જાડા ન હોય. હવે તમે બટાકાને સોનેરી થતા સુધી સારી રીતે સેકી લો. 
 
બટાકા સેકાય જાય કે તેમા દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરો. ધ્યાન રાખો કે દૂધ નાખ્યા પછી તમારે તેને સતત હલાવવાનુ છે. જ્યારે દૂધ થોડુ ઘટ્ટ થવા માંડે તો પછી તેમા ખાંડ, ઈલાયચી પાવડર અને મેવો નાખી દો અને લગભગ 10 મિનિટ સુધી સારી રીતે હલાવતા રહો. જ્યારે આ મિશ્રણ ખીરનુ રૂપ લઈ લે તો તેને તાપ પરથી ઉતારી દો અને ઠંડુ થવા માટે મુકી દો. હવે પ્લેટમાં ખીર કાઢો અને ઉપરથી સુકા મેવા ગાર્નિશ કરી સર્વ કરો.