વેલેંટાઈન સ્પેશ્યલ કેક


સામગ્રી - 6-7 બિસ્કિટ, માખણ, ખાંડ અને ખાંડનો ભુક્કો, ચીઝ, 5 ચમચી તાજું ક્રીમ, 5 ચમચી દહીં, 1/2 કિલો સ્ટ્રોબેરી, 4 ચમચી સ્ટ્રોબેરી જેલી મિક્સ, પાણી.

રીત - એક ટિન લો. તેમાં બિસ્કિટનો ભૂક્કો, માખણ અને ખાંડ સારી રીતે મિક્સ કરી દો. બાદમાં ચમચીની મદદથી આ મિશ્રણને સારી રીતે કેક ટીન પર દબાવતા દબાવતા ફેલાવી દો. હવે બીજા વાસણમાં સ્ટ્રોબેરી અને પાણીને સાથે લઇ ક્રશ કરી સ્ટ્રોબેરીની ઘટ્ટ પ્યૂરી બનાવો. એક બીજો વાટકો લો અને તેમાં ચીઝ અને ખાંડ મિક્સ કરો અને તેમાં ક્રીમ અને દહીં મિક્સ કરી બરાબર ફેંટો. જ્યારે સ્ટ્રોબેરીની પ્યૂરી તૈયાર થઇ જાય એટલે તેને બિસ્કિટવાળા મિશ્રણ પર નાંખી આખી રાત ફ્રીઝમાં રહેવા દો. બીજા દિવસે આ ચીઝ કેકને પ્લેટમાં કાઢી લો. તેના ગાર્નિશિંગ માટે ઉપરથી કાપેલી સ્ટ્રોબેરી લગાવો. બાદમાં અલગથી સ્ટ્રોબેરી જેલીને ગરમ કરી કેક પર સારી રીતે સજાવો. આ કેકને થોડીવાર માટે સેટ થવા માટે મૂકી દો. થોડી જ વારમાં કેક ખાવા માટે તૈયાર થઇ જશેસૌજન્ય - જીએનએસ


આ પણ વાંચો :