શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

મીઠો ખીચડો

સામગ્રી - દોઢ કપ બાજરી, અડધો કપ છાલટાવાળી દાલ, 1 કપ દળેલી ખાંડ, 5-6 કપ પાણી, અડધો-અડધો કપ ઘી અને તલની રેવડી, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - બાજરી અને મગની દાળને ગરમ પાણીના છાંટા આપીને 15-20 મિનિટ રાખી મુકો. પછી અધકચરુ ખાંડીને છાલટા જુદા પાડો. કૂકરમાં પાણી ઉકાળો અને ખાંડેલો બાજરો, મગનીદાળ અને મીઠુ નાખીને 2-3 સીટી વાગતા સુધી થવા દો. ઠંડુ પડતા ગેસ પર ચઢાવો, ઢાંકણ ખોલો અને દળેલી ખાંડ મિક્સ કરો. 2 મિનિટ બફાવા દો. ખાંડ મિક્સ થઈ જશે. ગરમા ગરમ બાજરીની મીઠી ખીચડી, ઘી અને રેવડીની સાથે પીરસો.