હાથમાં ખંજવાળ આવે તો પૈસા મળશે એ હકીકત છે કે ભ્રમ ?

palm and money
Last Updated: સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (16:35 IST)


આવવાથી પૈસા આવવાના સંકેત માનવામાં આવે છે. હકીકતમાં આવુ થાય છે કે આ એક ભ્રમ છે ? આ વાતને સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણતો નથી પણ આ માન્યતાઓ પર આંખો બંધ કરીને દરેક વિશ્વાસ કરે છે. શકુન શાસ્ત્રમાં કેટલાક સંકેતો દ્વારા આ વાતને સિદ્ધ કરવામાં આવે છે. જે આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓને કોઈને કોઈ માધ્યમથી સૂચિત કરે છે.

આવો જાણીએ શુ છે એ સંકેત -

1. શરીરમાં જમણા અંગો પર અથવા જમણા હાથમાં વારેઘડીએ ખંજવાળ આવે તો તેનાથી અચાનક પૈસા મળે છે.

2. ડાબા હાથમાં ખંજવાળ આવે તો ખર્ચ થાય છે.

3. આંખ પર ખંજવાળ આવે તો પૈસા મળે છે.

4. સ્વપ્નમાં છાતી પર ખંજવાળ આવે તો પૈતૃક ધનની પ્રાપ્તિ થાય છે.

5. પગમાં ખંજવાળ થાય તો વ્યક્તિ યાત્રા પર જાય છે.

6. પેટ પર ખંજવાળ આવે તો સંબંધોમાં વિચ્છેદ થવાની શક્યતા રહે છે.


આ પણ વાંચો :