શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: રવિવાર, 30 ડિસેમ્બર 2018 (10:37 IST)

વર્ષ 2019માં તમારા લગ્ન મુજબ કરશો ઉપાય તો આવશે ધનલક્ષ્મી તમારા દ્વારે

વર્ષ 2019માં તમારા માટે ફાયદાકારી છો, તમારું જીવન સુખમય હોય અને તમને પારિવારિક, આર્થિક, માનસિક અને ભૌતિક સુખ સુવિધા મેળવા છો, તેના માટે તમે તમારા લગ્ન અનુસાર કેટલાક સરળ ઉપાય કરવું. 
મેષ લગ્ન- તમને આ વર્ષે રાહુના જપ અને ગણેશજીની આરાધના કરવી જોઈએ, સાથે જ બેનને સોનાનો દાન આપવું જોઈએ. દરેક બુધવારે ગણેશજીના મંદિરમાં લીલા મગ લીલા કપડમાં બાંધીને ભેંટ રાખવાથી આ વર્ષ તમારા માટે શુભ રહેશે. 
 
વૃષભ લગ્ન- તમને આ વર્ષ શિવજીની આરાધના અને સોમવારનો વ્રત કરવું જોઈએ. સાથે જ કોઈ નાગા અખાડેવાળા સંતને સોમવારે ભોજન કરાવવું જોઈએ. ગોળ, ઘઉં, લાલ કપડા, તાંબા અને લાલ ફૂલ મંગળવારે શિવ મંદિરમાં ભેંટ કરવું જોઈએ. જેનાથી આ વર્ષ તમારા માટે શુભ રહેશે. 
 
મિથુન લગ્ન- તમને આ વર્ષ ગાયત્રીદેવીની આરાધના અને ગાયત્રી મંત્ર કરવું જોઈએ, સાથે જ કોઈ ગાયત્રી મંદિરના પુજારીને પીળા વસ્ત્ર અને જનેઉ ભેંટ કરવી જોઈએ અને બુધવારે પોતાને પીળા વસ્ત્ર ધારણ કરવું જોઈએ. આ કરવાથી આ વર્ષ તમારા માટે શુભ રહેશે. 
 
કર્ક લગ્ન- તમને આ વર્ષ સૂર્યના જપ અને આરાધના કરવી જોઈએ. સાથે જ કેતુના જપ કરવું જોઈએ. આખું વર્ષ સ્નાનના જળમાં નાગરમોથા નાખી સ્નાન કરવું જોઈએ અને રવિવારે માણેક, સોના, છાતા, લાલ વસ્ત્ર અને ગોળ દાન કરવું જોઈએ. આ વર્ષ તમારા માટે શુભ રહેશે. 
 
સિંહ લગ્ન - તમને આ વર્ષ શક્તિની આરાધના કરવી જોઈએ અને પત્નીને શુક્રવારના દિવસે ચાંદીના ઘરેણા ભેંટ આપવી, સાથે જ કોઈ વિપ્રને લાલ કપડાનો દાન આપવું અને ભગવાન સૂર્યને સવારે આ મંત્રથી અર્ધ્ય આપવું- ૐ ઘૃણિ સૂર્યાય નમ:.તેનાથી આ વર્ષ શુભ રહેશે. 
 
કન્યા લગ્ન- તમને આ વર્ષ કેતુ જપ અને શિવજીની આરાધના કરવી જોઈએ. સાથે જ સ્નાનના જળમાં દેવદાર નાખી સ્નાન કરવું જોઈએ. સોમવારે શિવજીનું અભિષેક કરવું જોઈએ અને શિવરાત્રિ પર શેરડીના રસથી શિવાભિષેક કરવું. વર્ષ શુભ રહેશે. 
 
તુલા લગ્ન- તમને આ વર્ષ ગુરૂ આરાધના અને ગુરૂવારના વ્રત કરવું જોઈએ, સાથે જ કોઈ વિદ્યાર્થીને અભ્યાસની ચોપડી દાન આપવી જોઈએ અને પિતાની સેવા કરવી જોઈએ. તેનાથી આ વર્ષ શુભ રહેશે. આખું વર્ષ કોઈના મન ન દુખે, એવું પ્રયાસ કરવું જોઈએ. વર્ષ શુભ રહેશે. ଒
 
વૃશ્ચિક લગ્ન- તમને આ વર્ષ વિષ્ણુજીની આરાધના અને ગાય માતાની સેવા કરવી જોઈએ, સાથે જ ગુરૂવારે પીળા વસ્ત્ર, પીળા ફૂળ, સોનાના મોતી, ચણાની દાળ અને હળદરની ગાંઠ દાન કરવી જોઈએ. સાથે જ દાદાજીની સેવા કરવી જોઈએ. 
 
ધનુ લગ્ન- તમને આ વર્ષ દત્તાત્રેયજીની આરાધના અને મંત્ર જપ કરવું જોઈએ. સાથે જ કોઈ બ્રાહ્મણને કમંડળ અને ધોતીનો દાન આપવું જોઈએ. સાથે જ પૂર્ણિમાના દિવસે કોઈ બ્રાહ્મણને ખીરનો ભોજન કરાવવું જોઈએ. આખું વર્ષ શુભ રહેશે. 
 
મકર લગ્ન- તમને આ વર્ષ શિવ શક્તિની આરાધના કરવી જોઈએ અને આખું વર્ષ ૐ નમ: શિવાયના જાપ કરવું જોઈએ. સાથે જ કોઈ શિવ મંદિરના પુજારીને પ્રદોષના દિવસે વસ્ત્ર દાન કરવું જોઈએ. વર્ષ શુભ રહેશે. 
 
કુંભ લગ્ન- તમને આ વર્ષ હનુમાનજીની આરાધના અને આખુ વર્ષ હનુમાન ચાલીસાનો પાઠ કરવું જોઈએ. સાથે જ શનિવારે કાળા વસ્ત્ર, અડદ, કાળા તલ, લોખંડના ચાકૂ, કાળા છાતા અને કાળા ફૂલ દાન કરવું જોઈએ. વર્ષ શુભ રહેશે. 
 
મીન લગ્ન- તમને આ વર્ષ રાધાકૃષ્ણની આરાધના કરવી જોઈએ અને આખું વર્ષ ગોપાલ સહસ્ત્રનામનો પાઠ કરવું જોઈએ. સાથે જ તમારા અનુજ 
નો પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. મંગળવારે શ્રીકૃષ્ણ મંદિરમાં માખણ-મિશ્રીનો ભોગ લગાવવું જોઈએ. વર્ષ શુભ રહેશે.