સોમવાર, 19 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2016 (12:28 IST)

ઘરમાં ખરાબ શક્તિઓ અને ઉપરી હવાઓથી બચવા માટે કરો આ અદ્દભૂત પ્રયોગ

ખરાબ શક્તિ
શુ આપણે ક્યારેય એ જાણવા માંગ્યુ છે કે ઉપલબ્ધિ અર્જિત  કરવા ઉપરાંત પણ આપણે આપણા જીવનથી દુખી અને ખિન્ન કેમ રહે છે.  આપના આસપાસ ફેલાયેલ વાસ્તુદોષોને કારણે આપણા જીવનમાં ઋણાત્મક ઉર્જાનો સંચય થાય છે. વાસ્તુદોષ મુખ્યત: આપણા રહન-સહનની પ્રણાલીથી ઉત્પન્ન થાય છે. આ આપણી જીવનશૈલી સાથે સાથે અઅમૂલ્ય દેહને પણ નષ્ટ કરે છે. 
 
વાસ્તુશાસ્ત્ર વિશે સૂતજી કહે છે કે, "જે લોકો બુદ્ધિમાન હોય છે તે મંદિર, ધૂર્ત, સચિવ કે ચારરસ્તા પાસે પોતાનું ઘર નથી બનાવતા કારણ કે તેનાથી જીવનમાં પીડા, યાતના, વિલાપ, ઉદાસી અને ડર બન્યો રહે છે.  ઘરના ચારેબાજુ મુખ્ય દ્વારની સામે અને પાછળ થોડુક સ્થાન છોડી દેવુ જોઈએ. તેનાથી શુભ પ્રભાવોનો પ્રચાર અને પ્રસાર થાય છે." 
 
ઘરમાં ખરાબ શક્તિઓ અને ઉપરી હવાઓથી બચાવ માટે કરો અનુભૂત પ્રયોગ 
 
- અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરૂ અને શનિવારના દિવસે છાણા(કંડા પર) થોડુક લોબાન મુકીને તેના ધુમાડાને આખા ઘરમાં ફેરવો. 
 
- ગંગાજળમાં તુલસીનુ પાન નાખીને એ જળને ઘરના ચારેબાજુ છાંટો. 
 
- ઘરમાંથી ક્યાક બહાર જતી વખતે રાત્રે અથવા દિવસે ઠીક 12 વાગ્યે ન નીકળવુ જોઈએ. 
 
- કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરમાંથી કાઢવા પહેલા દહી ખાવ અથવા માછલીના દર્શન કરો.