મંગળવાર, 27 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (11:34 IST)

સફળતા માટેના મંત્રો - વાર મુજબ કામ કરો અને ચોક્ક્સ સફળતા મેળવો

સફળતા માટેના મંત્રો
જો કોઈ ખાસ કામ ખોટા દિવસે શરૂ થઈ જાય તો અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે જ્યોતિષમાં બધા ખાસ કામ માટે અલગ-અલગ દિવસ બતાવ્યા છે. એવી માન્યતા છે કે યોગ્ય દિવસે કરવામાં આવેલ કામથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવનાઓ વધી જાય છે. આવો જાણીએ કયા દિવસે કયું કામ કરવું શુભ હોય છે અને કયું કામ કરવા માટે અશુભ.
 
સોમવારે કરી શકો છો આ કામઃ-
 
ખેતીવાડી સંબંધી, બીજ વાવાવા, બચીગામાં ફૂલવાળા ઝાડવા લગાવવા, વસ્ત્ર તથા રત્ન ધારણ કરવા, ખરીદ-વેચાણ કરવું, હરવા-ફરવા જવું, યાત્રા, કળાનું કામ કરવું, સ્ત્રી-પ્રસંગ, નવા કામની શરૂઆત, આભૂષણ ધારણ કરવા, પશુપાલન માટે સોમવાર શુભ હોય છે.
 
સોમવારને શુભ બનાવવાના ઉપાયોઃ-
 
જ્યોતિષ પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ હોય છે. ચંદ્રમા પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવો જોઈએ. જો કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ કપડાં પહેરવા જોઈએ અને શ્વેત ચંદનનું તિલક લગાવવું જોઈએ.
આ સિવાય આ દિવસે સફળતાની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચુ દૂધ ચડાવો. કાચુ દૂધ એટલે કે ગરમ કર્યા વગરનુ દૂધ. જો આ શકય ન હોય તો ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પીવુ. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલી ઘરેથી નિકળો. સફેદ રંગનો રૂમાલ સાથે રાખો. સોમવારે આટલું કરવાથી તમારા બધાં અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ધારેલી સફળતા હાંસલ થશે.
 
મંગળવારે કરવા જોઈએ આ કામઃ-
 
જાસૂસી કાર્ય, ભેદ જાણવા માટે, દેવું ચુકવવા માટે, ગવાહી આપવી, અગ્નિ સંબંધી કાર્ય, સેના-યુદ્ધ અને નીતિ સંબંધી કામ, વાદ-વિવાદનો નિર્ણય કરવો, સાહસિક કાર્યો વગેરે માટે મંગળવાર શુભ હોય છે. મંગળવારે દેવું લેવાનું શુભ નથી માનવામાં આવતું.
 
મંગળવારને શુભ બનાવવાના ઉપાયોઃ-
 
મંગળવાર એટલે મંગળની વિશેષ પૂજાનો દિવસ હોય છે. આ દિવસે મસૂરની દાળનું દાન કરો. જે લોકો માંગલિક હોય તેઓ લાલ વસ્તુઓનું દાન ખાસ કરીને કરો. દરેક મંગળવારે કેટલીક રેવડીઓ નદીમાં પ્રવાહિત કરો. ગળ્યો પરોઠો બનાવીને ગરીબ બાળકોનો ખવડાવો.
 
આ સિવાય મંગળવારના દિવસે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો હનુમાનજીના દર્શન કરીને જ કરવી જોઈએ. કારણ કે મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને હનુમાનજી તમામ મનોકામના પૂર્ણ કરનારા દેવ પણ માનવામાં આવે છે. શક્ય હોય તો નજીકમાં આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી દિવસની શરૂઆત કરવી. સફળતા તમારા કદમ ચૂમશે.
 
બુધવારે કરી શકો છો આ કામઃ-
 
દેવું લેવું, શિક્ષા-દીક્ષા સંબંધિતકામ, વિદ્યાની શરૂઆત, ખાતાવાહી બનાવવી, હિસાબ કરવો, શિલ્પ કાર્યો કરવા, નિર્માણ કાર્યો, નોટીસ આપવી, ગૃહ પ્રવેશ કરવો, રાજનીતી સાથે સંબંધિત કામ માટે બુધવાર શુભ રહે છે.
 
બુધવારને શુભ બનાવવાના ઉપાયોઃ-
 
બુદ્ધિના દેવતા બુધ ગ્રહનો દિવસ છે બુધવાર. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ ફળ આપી રહ્યો હોય તેઓ આ દિવસે આખા મગ ન ખાવા અને તેનું દાન કરો. મંગળવારની રાતથી જ લીલા મગ પલાળીને રાખો અને બુધવારની સવારે આ મગને ગાયને ખવડાવો.
 
આ સિવાય આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પિત કરો.ગણપતિજીને ગોળ ધાણાનો ભોગ ધરાવો. ઘરેથી વરિયાળી ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. લીલા રંગના વસ્ત્ર પહેરો અથવા લીલો રૂમાલ સાથે રાખો. આટલું કરવાથી તમને ધન લાભની સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
 
ગુરુવારે કરવા જોઈએ આ કામઃ-
 
જ્ઞાન-વિજ્ઞાનની શિક્ષા લેવી, ધર્મ ન્યાય સંબંધિતકામ, યજ્ઞ-અનુષ્ઠાન કરવા, કલા સંબંધિક શિક્ષાની શરૂઆત કરવી, ગૃહશાંતિ પૂજા કરવી, માંગલિક કાર્ય, નવું પદ ધારણ કરવું, આભૂષણ ધારણ કરવા, યાત્રા, નવું વાહન ચલાવવું, ઔષધિ સેવનની શરૂઆત કરવી અને નિર્માણ કાર્યની શરૂઆત માટે ગુરુવાર શુભ છે.
 
ગુરૂવારને શુભ બનાવવાના ઉપાયોઃ-
 
દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ સારી સ્થિતમાં ન હોય તે લોકો આ દિવસે કોઈ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રો દાનમાં આપવા. કઢી-ચોખા પણ ખાવા અને ગરીબ બાળકોને પણ ખવડાવવા.
આ સિવાય જ્યોતિષ અનુસાર ગુરૂવારે ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહ નિમિતે વિષેષ પૂજન કરવુ જોઈએ. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રીહરીને પીળા ફુલ અર્પણ કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્ર જાપ કરો. પીળા રંગની કોઈ મીઠાઈ ખાઈને ઘરેથી નિકળવુ. પીળા વસ્ત્ર પહેરવા અને પીળો રૂમાલ સાથે રાખો.
 
શુક્રવારે કરી શકો છો આ કામઃ-
 
પારિવારિક કામની શરૂઆત કરવી, ગુપ્ત વાતો ઉપર વિચાર કરવો, પ્રેમ વ્યવહાર કરવો, મિત્રતા, વસ્ત્ર ધારણ કરવા, મણિ રત્ન ધારણ કરવા, નિર્માણ કાર્યની શરૂઆત, અંત્તર, નાટક, ફિલ્મ, સંગીત સંબંધિત કામની શરૂઆત કરવા માટે શુક્રવાર શુભ છે. સાથે જ અનાજ ભંડાર ભરવા, ખેતી કરવી, ધાન્ય રોપણ, શિક્ષા પ્રાપ્તિ માટે પણ આ દિવસ શુભ છે.
 
શુક્રવારને શુભ બનાવવાના ઉપાયોઃ-
 
અસુરોના ગુરુ શુક્રનો દિવસ છે શુક્રવાર. આ દિવસે શુક્રગ્રહ માટે વિશેષ ઉપાસના કરવી જોઈએ. આ દિવસે દહીં અને લાલ જુવારનું દાન કરવું જોઈએ. સફેદ રેશ્મી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
 
આ સિવાય આ દિવસે સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફુલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:મંત્રના જાપ કરો. ઘરમાંથી નિકળ્યા પહેલા દહીનુ સેવન કરો. સફેદ રંગના કપડા પહેરવા અને સફેદ રંગનો રૂમાલ સાથે રાખવો.
 
શનિવારે કરવા જોઈએ આ કામઃ-
 
નવા ઘરમાં પ્રવેશ કરવો અને નિર્માણ કાર્યોની શરૂઆત કરવી, નોકરી રખવા માટે, ધાતુ મશીનીરી સંબંધિત કામ, ગવાહી આપવી, નવો વેપાર શરૂ કરવો, વાદ-વિવાદનો ઉકેલ લાવવા માટે, વાહન ખરીદવું વગેરે કાર્ય શનિવારે કરી શકાય છે. બીજ વાવાવા, કૃષિ સંબંધિતકાર્યો શનિવારે શરૂ ન કરવા જોઈએ.
 
શનિવારને શુભ બનાવવાના ઉપાયોઃ-
 
જ્યોતિષ પ્રમાણે શનિવારના દિવસે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે કોઈ નવા કામ શરૂ ન કરવા જોઈએ. દર શનિવારે એક નારિયેળ નદીમાં પ્રવાહિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.
 
આ સિવાય હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલ ફુલ ચડાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:મંત્ર જાપ કરી ઘરેથી નિકળો. તલનું સેવન કરો. વાદળી રંગના વસ્ત્ર પહેરો અને વાદળી રૂમાલ સાથે રાખો.
 
રવિવારે કરવા જોઈએ આ કામ-
 
ઔષધી અર્થાત્ દવાઓનું સેવન શરૂ કરી શકો છો, સવારી, વાહન, નોકરી, પશુ ખરીદી, યજ્ઞ, પૂજન, અસ્ત્ર-શાસ્ત્ર-વસ્ત્રની ખરીદી, ધાતુની ખરીદી, વાદ-વિવાદ માટે સલાહ લેવાનું શુભ રહે છે.
 
રવિવારને શુભ બનાવવાના ઉપાયોઃ-
 
રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સૂર્યની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે દર રવિવારે ગોળ અને ચોખાને નદીમાં પ્રવાહિત કરો. તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. આ સિવાય રવિવારે સૂર્ય દેવને જળ ચડાવો પછી લાલ ફુલ અર્પણ કરો.
આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનુ સેવન કરો. લાલ રંગના કપડા પહેરો અને લાલ રૂમાલ સાથે રાખો. તમારી તમામ સમસ્યાઓનો ફટાફટ અંત આવશે.