પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં
Man Earned 21000 In A Day By Selling Maggi In The Mountains
મેગી હવે ઘરોથી રેસ્ટોરાં અને નાના સ્ટોલ તરફ વળી ગઈ છે. આ નાના સ્ટોલ હવે પર્વતીય વિસ્તારમા ફેલાઈ ગયા છે. પ્રવાસીઓ હવે મેગી ખાધા વિના પર્વતો પરથી પાછા ફરતા નથી. કદાચ આ મેગીના ક્રેઝથી પ્રેરાઈને, એક કન્ટેન્ટ ક્રિએટરે પર્વતોમાં સ્ટોલ લગાવ્યો. તેણે આ ક્રેઝનો લાભ લીધો છે.
મેગી વેચીને કેટલા પૈસા કમાઈ શકાય છે?
Fitt_badal નામનું ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતા બાદલ ઠાકુરે આ વીડિયો બનાવ્યો છે. તે કહે છે, "ચાલો જોઈએ કે તમે એક દિવસમાં પર્વતો પર મેગી વેચીને કેટલા પૈસા કમાઈ શકો છો." લોકો હવે ફક્ત મેગી ખાવા માટે પર્વતો પર આવે છે.
70 રૂપિયામાં સાદી મેગી
જ્યારે બાદલે મેગી બનાવવાનું શરૂ કર્યું, ત્યારે ગ્રાહકો તેની પાસે ઉમટી પડ્યા. તે કહે છે કે કડકડતી ઠંડીમાં તેણે સાદી મેગી 70 રૂપિયામાં અને ચીઝ મેગી 100 રૂપિયામાં વેચી.
300 મેગી ના 21000 રૂપિયા
બાદલે 4 કલાકમાં લગભગ 200 મેગી વેચી નાખી હતી. પણ હજુ સનજ બાકી હતી તો આખા દિવસમાં તેણે 300 થી 350 જેટલી મેગી વેચી નાખી હતી. 70 રૂપિયાના હિસાબથી 300 મેગી વેચવાની કમાણી જોડવામાં આવે તો 21000 રૂપિયા થાય એ પણ એક જ દિવસની કમાણી..
વીડિયોમાં શુ છે
મહિનાની કમાણી 630000 થઈ ને
આ વીડિયોને જોનારાઓ નોકરી છોડીને આ જ કામ કરવાનુ વિચારી રહ્યા છે. આ વીડિયો જોનારા નોકરી છોડીને આ કામ કરવાનુ વિચારવા લાગ્યા છે. અનેક લોકોએ કમેંટમાં લખ્યુ છે કે નોકરી છોડી દઉ શુ ? બીજા એક યુઝરે મહિના અને વર્ષભરની કમાણી જોડી લીધી છે. તેના મુજબ મહિના ભરની કમાણી 630000 અને આખા વર્ષની કમાણી 75,60,000 થઈ.