મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (08:37 IST)

વ્યાપાર વાસ્તુ ટિપ્સ- બિજનેસમાં સફળતા માટે કરો આ જ્યોતિષના ઉપાય

જો બિજનેસમાં સફળતા જોઈએ તો તેના માટે જ્યોતિષના આ ઉપાયોને અજમાવવાથી બિજનેસમાં આવી રહી પરેશાનીઓ અને હાનિનો નિવારણ થશે. આજે અમે તમને ધંધની સફળતા માટે કેટલાક ઉપાય જણાવી રહ્યા છે. 
જ્યારે પણ દુકાનમાં જાઓ તો દુકાનના બારણાના ચોકઠા પર જમણા હાથ ધરતી પર લગાવીને પ્રણામ કરી ત્યારબાદ અંદર જવું આવું કરવાથી વ્યાપારમાં વૃદ્ધિની સાથે લાભ પણ થશે. 
 
વ્યાપારમાં વૃદ્દિ માટે લક્ષ્મી નારાયણ મંદિરમાં દરેક શુક્રવારના દિવસે પૂજા કરી અને ગોળ અને ચણા ગરીબોને દાન આપવું. આ ઉપાયને કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થશે. 
 
વ્યાપારમાં હમેશા વૃદ્ધિ માટે હમેશા કૂતરા, ગાય અને કાગડાને રોટલી ખવડાવો. 
 
તમારી દુકાનમાં લીંબૂ અને લીલા મરચા મુખ્યદ્વાર પર લટકાવવાથી દુકાનમાં ક્યારે નજર નહી લાગશે. 
 
તમે દુકાનમાં વૃદ્ધિ માટે કાચા સૂતરને કેસરમાં પલાડી રંગ કર્યા પછી તેને દુકાનમાં બાંધી નાખો. આવું કરવાથી વ્યાપારમાં હમેશા સફળતા બની રહેશે. 
 
જ્યારે પણ તમારી દુકાનમાં જવા માટે ઘરથી નિકળો તો તમારા ઈષ્ટ દેવના ધ્યાન કરી ઘરથી નિકળવું અને સુગંધિત ઈત્રનો પ્રયોગ કરવાથી વ્યાપારમાં સફળતા મળશે. 
 
દુકાનમાં ધન વર્ષા માટે કપૂર અને રોલીને સળગાવીને તેની રાખને કાગળમાં મૂકી દુકાનમાં રાખવી. 
 
દુકાનમાં સવારે સાંજે મંદિરમાં દીપક પ્રગટાવો અને કોઈ સુગંધિત ધૂપનો પણ પ્રયોગ કરવું આવું કરવાથી હમેશા ભગવાનની કૃપા બની રહે છે. 
 
એક નારિયેળને લાલ કપડામાં લપેટીને દુકાનના મંદિર કે દુકાનની તિજોરીમાં મૂકો અને તેની રોજ ધૂપ કરવું આવું કરવાથી વ્યાપા રમાં લાભ મળે છે.