દરરોજ મંદિરમાં આ ચઢાવવાથી ચમકી જશે તમારુ ભાગ્ય

yello sweets
Last Updated: શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (18:08 IST)
ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા અર્ચના કરે છે. આમ તો ભગવાનની પૂજા કરવાનો કોઈ દિવસ કે સમય હોતો નથી.
પૂરા મનથી ક્યારેય ભગવાનની પૂજા કરી શકાય છે. લોકો પૂજા સાથે ભગવાનને ખુશ કરવા માટે અનેક વસ્તુઓ અર્પિત કરે છે. એવુ કહેવાય છેકે મંદિરમાં દરેક વાર મુજબ પ્રસાદ ચઢાવાથી ભગવાન ખુશ થાય છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. આવો જાણીએ કે દરેક વારે મંદિરમાં તમારે શુ ચઢાવવુ જોઈએ.

- રવિવારનો દિવસ વિષ્ણુ અને શ્રીકૃષ્ણનો હોય છે. આ દિવસે મંદિરમાં જઈને પીળી દાળ, દૂધથી બનેલી કોઈ વસ્તુ ભગવાનને ચઢાવવાથી ભાગ્ય ચમકે છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે.

- સોમવારનો દિવસ શિવજીનો દિવસ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે મંદિરમાં જઈને ભગવાન શિવ સામે સફેદ ફૂલ અને રુદ્રાક્ષ ચઢાવવાથી બગડેલા કામ બની જાય છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી રોકાયેલા કામ પૂરા થઈ જાય છે.

- મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ હોય છે.
આ દિવસે પવન પુત્ર હનુમાનને લાલ મસૂર અને ગોળ ચઢાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

- બુધવારનો દિવસ ભગવાન ગણેશનો હોય છે. આ દિવસે મંદિરમાં જઈને ગણેશજીને ઘરમાં બનેલા લાડુનો ભોગ લગાવો. તેનાથી તમારા પ્રમોશનના અનેક અવસર મળશે અને તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો.

- ગુરૂવારનો દિવસ ગુરૂનો હોય છે. આ દિવસે ભગવાનને કોઈપણ પીળી વસ્તુ ચઢાવવાથી આવકમાં વધારો થાય છે.

- શુક્રવારનો દિવસ મા લક્ષ્મીનો હોય છે. આ દિવસે માતાના મંદિરમાં ખીર અને ખીચડી ચઢાવવાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે.

- શનિવારનો દિવસ શનિ ભગવાનનો હોય છે. આ દિવસે ભગવાનને સરસવનુ તેલ ચઢાવો તેનાથી તમને સફળતા મળશે અને અશુભ પ્રભાવોથી છુટકારો મળશે.


આ પણ વાંચો :