મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (15:46 IST)

લવિંગ - ઘરમાંથી દૂર કરે નકારાત્મક ઉર્જા અને લાવે સમૃદ્ધિ

ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સૌથી જરૂરી છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ન થાય. આ માટે તમે લવિંગનો સહેલો ઉપાય અજમાવી શકો છો. શનિવાર કે રવિવારની સાંજે 5 લવિંગ 3 કપૂર અને 3 મોટી ઈલાયચી લઈને તેને સળગાવી દો. જ્યારે તેમા અગ્નિની જ્વાળા આવે તો તેને બધા રૂમમાં ફેરવો તે સંપૂર્ણ રીતે બળી જાય ત્યારે તેની રાખને મુખ્ય દરવાજા પર ફેલાવી દો. ચાહો તો રાખને પાણીમાં મિક્સ કરીને મુખ્ય દરવાજા પર છાંટા પણ મારી શકો છો. આ ઉપાયથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને મુખ્ય દરવાજો સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. 
 
 
ઈંટરવ્યુમાં સફળતા મેળવવા માટે 
 
જો તમે ક્યાક ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરી કામથી જઈ રહ્યા છો તો ઘરેથી નીકળતી વખતે બે લવિંગ મોઢામાં મુકો.  અને આ લવિગ જ્યા ઈંટરવ્યુ આપવા ગયા છો ત્યા ફેંકી દો.  ઈંટરવ્યુ પર જતા પહેલા ઈષ્ટદેવને પ્રાર્થના કરો. તંત્ર શાસ્ત્ર મુજબ આ ઉપાયથી સફળતા જરૂર મળે છે. 
 
 
આર્થિક પ્રરેશાની દૂર કરવાના ઉપાય કરો લવિંગથી 
 
મહેનત કરવા છતા ફળ નથી મળી રહ્યુ કે આર્થિક પરેશાની તમને સતત સતાવી રહી છે તો મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ કે તસ્વીર સમે સરસવના તેલનો એક દીવો પ્રગટાવો.  પછી એ દિવામાં બે લવિંગ મુકી દો. અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.  પાઠ સમાપ્ત થયા પછી હનુમાનજીને તમારી સમસ્યા બતાવો.  21 મંગળવાર આ ઉપાય કરવાથી સાથે કાર્યક્ષેત્રમાં ઈમાનદારીથી કામ કરવાથી તમારી પરેશાની દૂર થઈ જશે. 
 
 
ધન વધારવા માટે 
 
માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે  રોજ ગુલાબના ફુલ સાથે લવિંગની 2 કળી પણ માતા લક્ષ્મીને ભેટ કરો.  જો રોજ આવુ ન કરી શકો તો શુક્રવારના દિવસે આ ઉપાય કરવો જોઈએ.  આ ઉપરાંત 5 લવિંગની કળીઓ 5 કોડી સાથે લાલ કપડામાં બાંધીને તિજોરી કે કબાટમાં મુકી રાખો. તંત્ર શાસ્ત્ર મુજબ આ ઉપાયથી ઘરમાં બરકત આવે છે. 
 
 
બની જશે દરેક કામ 
 
ઘરમાં સતત કોઈ બીમાર રહેતુ હોય કે કામ અટ્કી જતા હોય કે પછી શુભ કાર્યોમાં અવરોધ અવી રહ્યો હોય તો દરેક શનિવારે તેલના દીવામાં ત્રણ ચાર લવિંગ નાખીને પ્રગટાવો.  આ દિવો ઘરના સૌથી અંધારા ખૂણામાં મુકી દો. આવુ કરવાથી નકારાત્મક શક્તિ ઘરમાંથી નીકળી જશે અને તમને દરેક કામમાં સફળતા મળવી શરૂ થશે 
 
 
જો આપ રાહુ કેતુથી પરેશાન છો તો કરો આ ઉપાય 
 
જે લોકોની કુંડળીમાં રાહુ કેતુની સ્થિતિ અનુકૂળ નથી અને તેમની દશામાં પરેશાની આવી રહી છે તેમણે શનિવારે લવિંગનુ દાન કરવુ જોઈએ.  જો કોઈ દાન ન લેવા માંગતુ હોય તો તેને શિવલિંગ પર અર્પિત કરી દો. 40 શનિવાર આ ઉપાય કરવાથી રાહુ અને કેતુનો ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જશે.  ઘરમાં ખુશહાલી અને આનંદ માટે લવિંગનો છોડ પણ તમે લગાવી શકો છો.  લવિંગની કેટલીક કળીઓ સાથે રાખવાથી પણ તમને ફાયદો થશે. 
 
આપેલા પૈસા પરત મેળવવામાં પરેશાની હોય તો 
 
જો કોઈએ તમારી પાસેથી ઉધાર લીધુ છે અને તેને પરત કરવામાં આનાકાની કરે છે તો તેની સાથે વિવાદ કરવાને બદલે લવિંગના કેટ્લાક ઉપાય કરી શકો છો. જેનાથી તમારુ ધન તમને પરત મળી જાય.  કોઈ અમાવસ્યાના કે પૂનમની રાત્રે કપૂર પ્રગટાવીને 21 લવિંગથી મા લક્ષ્મીનુ ધ્યાન કરતા તેનુ હવન કરો. માતાને પ્રાર્થના કરો કે તમારુ ધન તમને પરત મળી જાય.