ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 ઑક્ટોબર 2019 (00:16 IST)

સુખ સમૃદ્ધિ માટે અને પાપથી મુક્તિ મેળવવા કારતક મહિનામાં કરો આ ઉપાય

હિન્દુ પંચાગમાં કારતક મહિનો વર્ષનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. ગુજરાતી કેલેંડરમાં આ વર્ષનો પ્રથમ મહિનો હોય છે. આ મહિનામાં કરવામાં આવેલ ઉપવાસ, પવિત્ર સ્નાન અને દાન ધર્મ વગેરે બધા પાપોથી મુક્તિ અપાનારો માનવામાં આવે છે.  આ મહિનાની પવિત્રતાની ચર્ચા અનેક પુરાણોમાં પણ કરવામાં આવી છે.  2019માં કારતક મહિનો 28 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2019 સુધી રહેશે. 
 
1.કારતક મહિનામાં રોજ સ્નાન સાથે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.  સાથે જ જેટલુ શક્ય હોય આ આખા મહિનામાં ગાયત્રી મંત્રનો જાપ કરવો સૌભાગ્યમાં વૃદ્ધિ કર છે. 
 
2. દાન કે અન્ય ધાર્મિક કાર્યો કરવા હોય તો પુષ્કર, બનારસ અને કુરુક્ષેત્રમાં તેને કરવા સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે 
 
3. આ મહિનામાં દીપદાનનુ ખૂબ જ મહત્વ છે. સાથે જ કારતક મહિનામાં  રોજ સાંજે તુલસી નીચે ઘી નો દીવો જરૂર પ્રગટાવો અને સવાર સાંજ જળ અર્પણ કરતા તુલસીની પરિક્રમા જરૂર કરો. 
 
4. ભગવાન વિષ્ણુને આ મહિનો પસંદ છે તેથી આ મહિનામાં પુણ્ય કર્મ કરનારાઓ પર મા લક્ષ્મીની પણ કૃપા રહે છે.  તેથી રોજ સવારે સૂર્યોદય પહેલા તમારા ઘર અને આસપાસની સફાઈ જરૂર કરો. આવુ કરવાથી આખુ વર્ષ મા લક્ષ્મીની કૃપા રહેશે.  
 
5. કારતક મહિનામાં શુદ્ધ ઘી, તલનુ તેલ અને સરસિયાનું તેલનો દીવો પ્રગટાવવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલુ પુણ્ય પ્રાપ્ત થાય છે.  આ મહિનામાં દીપદાન કરવાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે. 
 
6.  આ મહિને લક્ષ્મીજી સમક્ષ દીવો પ્રગટાવવાનુ પણ અત્યાધિક મહત્વ છે. આ દીવો જીવનનો અંધકાર દૂર કરી આશાની રોશનીનુ પ્રતીક છે. કારતક મહિનામાં ઘરના મંદિર નદી અને બેડરૂમમાં દીવો પ્રગટાવવો જોઈએ. 
 
7. કારતક મહિનામાં તુલસીનુ પૂજન અને સેવન કરવાથી ઘરમાં સદા સુખ શાંતિ કાયમ રહે છે. તુલસીની કૃપાથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર રહે છે. 
 
8  . એવુ કહેવાય છે કે આખા મહિને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને તુલસીને જળ ચઢાવવાથી બધા પાપોથી મુક્તિ મળે છે. આ મહિને તુલસીના છોડનુ દાન કરવુ પણ શુભ માનવામાં આવે છે. 
 
9  . કારતક મહિનામાં જમીન પર સૂવાનુ ખૂબ મહત્વ છે. જે વ્યક્તિ આખો મહિનો જમીન પર સુવે છે તેના જીવનમાંથી વિલાસિતા દૂર થાય છે અને સાદગીનુ આગમન થાય છે.  આરોગ્ય અને માનસિક વિકારોને દૂર કરવા માટે જમીન પર સુવુ સારુ માનવામાં આવે છે. 
 
10 . કારતક માસમાં અડદ, મસુર, કારેલા, રીંગણ અને લીલી શાકભાજી વગેરે ભારે વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.