ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (14:27 IST)

અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે, આજે ગાંધીનગરમાં કરશે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 25 અને 26 ઓક્ટોબર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશ તેમજ તેમના મત વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગર કોર્પોરેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું લોકાર્પણ કરવાના હતા પરંતુ છેલ્લા સમયે તેમના કાર્યકર્મમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 
જો કે, અમિત શાહ આજે કોર્પોરેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન મહાનગરપાલિકા કચેરીએ જઇને નહીં પરંતુ મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન જ રિમોટ કન્ટ્રોલથી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલનું લોકાર્પણ કરશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાનગરપાલિકાની કચેરીએ જઈને કમાન એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાના હતા.
 
જાણો અમિત શાહના દિવસભરનો કાર્યક્રમ
- મહાત્મા મંદિરના કાર્યકર્મમાં હાજરી આપશે
- મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલનું લોકાર્પણ કરશે
- કલોલના ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે
- એપીએમસીના ગેટનું લોકાર્પણ કરશે
- અતુલ પટેલની કોલેજમાં જાહેર સભા સંબોધશે
- કલોલના કાર્યક્રમ પૂર્ણ કરીને અમદાવાદ સ્થિત નિવાસસ્થાને જવા રવાના થશે.