શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (14:42 IST)

આજે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ૪૧૫ કરોડના વિવિધ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

કેન્દ્રિય ગૃહ મંત્રી તથા ગાંધીનગર સંસદસભ્યશ્રી અમિત શાહના હસ્તે ૨૫મી ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજિત રૂ. ૪૧૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના મેગા લોકાર્પણ- ખાતમુહૂર્ત તથા સહાય વિતરણ કાર્યક્રમ ગાંધીનગર અને કલોલ ખાતે યોજાનાર છે. પોતાના ચાર દિવસના પ્રવાસ દર્મિયાન અમિત શાહ 27-28 ઓક્ટોબરના રોજ પોતાના ગૃહ રાજ્યમાં એક વરિષ્થ ભાજપના નેતાની સાથે દિવાળી અને બેસતુ વર્ષ ઉજવશે. 
 
ગાંધીનગર શહેર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કુડાસણ ખાતે શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ રોડ નંબર -૬ અને ૭ તથા ગ-રોડ સ્માર્ટ રોડ કામગીરીનું ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ ઘ-૪ જંકશન અને ગ-૪ જંકશન ખાતે અન્ડરપાસના કામોનું ખાતમુહૂર્ત, ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કુડાસણ ખાતે નિર્માણ થયેલા એમ.આઈ.જી પ્રકારના ૪૮૦ આવાસોની સોંપણી, કુડાસણ -સરગાસણ- રાયસણ અને વાવોલ ખાતેની ટીપી સ્કીમોમાં પાણી પુરવઠો પૂરો પાડવાના કામોનું લોકાર્પણ અને કુડાસણ- સરગાસણ તથા રાયસણ ખાતેની ટીપી સ્કીમોમાં નિર્મિત બગીચાઓનું  લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
 
કલોલ ખાતે પણ કરોડોના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત -લોકાર્પણ કાર્યક્રમો યોજાનાર છે, જેમાં કલોલ- ગાયત્રી મંદિર જંકશન ખાતે નિર્માણ થયેલ ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ, કલોલ એપીએમસી ગેસ્ટ હાઉસ અને એન્ટ્રી ગેટનું લોકાર્પણ કરવામાં આવશે.