અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં દાખલ, માઈનર સર્જરી પછી રજા અપાઈ

amit shah
અમદાવાદ.| Last Updated: બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (13:11 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના એક હોસ્પિટલમાં દાખલ થયા. ડોક્ટરોએ એક માઈનર સર્જરી પછી તેમને રજા આપી. અમિત શાહ સારવાર બાદ ઘરે ચાલ્યા ગયા છે. રિપોર્ટ મુજબ બુધવારે (4 સપ્ટેમ્બર)ના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદના કેડી હોસ્પિટલમાં દાખલ થયા. ત્યા ડોક્ટરોએ એક માઈનર સર્જરી કરી છે. સર્જરી ક્યા કારણે થઈ છે તેની માહિતી હજુ મળી નથી. લગભગ સાઢા 12 વાગ્યે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
ત્યારબાદ અમિત શાહ ઘર માટે રવાના થઈ ગયા.

ઉલ્લેખનીય છે કે અમિત શાહ અમિત શાહ તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે તારીખ 4 અને 5 સપ્ટેમ્બરે ગુજરાતમાં રહેવાના છે. શાહ રાજકીય મુલાકાતે ન હોવાથી કમલમમાં પણ કોઇ ખાસ સૂચના અપાઈ ન હતી. ગૃહમંત્રી અમિત શાહ 6 સપ્ટેમ્બરે વિજાપુર પાસેના હિરપુરા ગામે સાબરમતી નદીમાં આકાર પામનારા 213 કરોડ રૂપિયાના બેરેજનું ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ કર્યા બાદ ગૃહમંત્રી અચાનક અમદાવાદ આવ્યાં છે.


આ પણ વાંચો :