શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (11:12 IST)

Tantra Mantra : પોતાનું ઘર ઈચ્છતા હોય તો આટલુ જરૂર કરો

આપણા પોતાનુ એક ઘર હોવુ એવુ દરેકનું સપનું હોય છે. માત્ર અનેક કારણોથી આ સ્વપ્ન પુરૂ કરવામાં અવરોધ આવે છે. આપણુ પોતાનુ ઘર જલ્દીથી જલ્દી થાય આ માટે કેટલાક ટોટકા આપ્યા છે. તેનો ઉપયોગ કરવાથી ચમત્કાર પૂર્ણ ફળ મળશે.

સાધારણ રીતે જન્મપત્રિકામાં મંગળ કે શની સંબંધિત દોષ હોય, ત્યારે ઘર બાંધવામાં કે ખરીદવામાં અનેક અવરોધ આવે છે. આવા સમયે લીંબુના લાકડાનું નાનકડું ઘર તૈયાર કરીને ગરીબ બાળકોને દાન આપવુ. આવુ કરવાથી પોતાનું ઘર બનવાના યોગ જલ્દી બનશે. તેવી જ રીતે રવિવારે ગાયને ગોળ ખવડાવવો. આનાથી પોતાનું ઘર બાંધવાનું સપનું જલ્દી પુરૂ થશે.

ઘરમાં પૈસો ન ટકવાના અનેક કારણો હોય છે. જો તમારા ઘરમાં ચકલીએ માળો બાંધ્યો હોય તો તમારા ઘરમાં ક્યારેય પૈસા અને ધનધાન્યની કમી નહી આવે. પક્ષીનો માળો નકારાત્મક ઉર્જા નષ્ટ કરે છે.