Totke Tantra Mantra - ઘરમાં આ સ્થાન પર મુકો ઘી સાથે ચોખા, પૈસાની તંગી થશે દૂર !! - Tantra Mantra for Home | Webdunia Gujarati
સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

Totke Tantra Mantra - ઘરમાં આ સ્થાન પર મુકો ઘી સાથે ચોખા, પૈસાની તંગી થશે દૂર !!

દરેક વ્યક્તિના ઘરમાં કોઈને કોઈ પરેશાની હોય જ છે. એ ભલે પછી પોતીકાઓ સાથે સારો સંબંધ ન હોવો હોય કે પછી પૈસાની સમસ્યા હોય કે પછી કોઈ અન્ય પરેશાની.. લોકોને રોજ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
આવામાં ઘરમાં રહેલ પરેશાનીઓને દૂર કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો શોધે છે અને તેને કરે છે. અનેકવાર તેમને આનાથી ફાયદો થાય છે તો અનેકવાર કોઈ ફાયદો મળતો નથી.  અહી અમે ધાર્મિક માન્યતાઓ મુજબ એવા અનેક ઉપાય બતાવ્યા છે જે અચૂક છે. તેનાથી અનેકવાર ઘરમાં પૈસાની તંગી પણ દૂર થઈ શકે છે.. 
 
1. ધાર્મિક માન્યતા મુજબ.. જો પૈસાની તંગીને કારણે ઘરમાં હંમેશા તનાવ રહે છે તો ઘરની સૌથી મોટી વ્યક્તિએ પીળા વસ્ત્ર ધારણ કર્વા જોઈએ.  ત્યારબાદ ધરના બધા સભ્યો પાસેથી ઘી અને ચોખા લઈને એવા સ્થાન પર મુકી દો જે ધાર્મિક હોય. આ સ્થાન પૂજા પાઠ કરનારુ સ્થાન પણ હોઈ શકે છે.  ધ્યાન રાખો કે આ ગુરૂવારના દિવસે જ કરો.. એવુ માનવામાં આવે છે કે ઘીરે ધીરે પૈસાની તંગી દૂર થવા માંડે છે. 
2. ઘરમાં રોજ સંતાપનુ વાતાવરણ બન્યુ રહેતુ હોય તો પીળા સરસવ અને લોબાનને પ્રગટાવો.. ત્યારબાદ તેમાથી નીકળનારા ધુમાડાને આખા ઘરમાં ફેરવો. 
 
3. તમારા ઘરની છત પર એક વાસણમાં પાણી અને અનાજ જરૂર મુકો જેનાથી પક્ષીઓને ભોજન અને પાણી મળી શકે. વાસ્તુ વિજ્ઞાન મુજબ પક્ષી પોતાની સાથે પૉઝિટિવ એનર્જી ઉર્જા લાવે છે. તેનાથી ધન સંબંધી અવરોધો દૂર થાય છે. 
 
4. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો હળદર અને સિંદૂર લો. આ ઉપરાંત તેને ઘી માં મિક્સ કરીને પાંચ વાર તિલક લગાવો અને સવારે ઉઠતા જ મેન ગેટ પર તાંબાના વાસણમાં પાણી છાંટો. એવુ માનવામાં આવે છે કે તેનાથી વાસ્તુ દોષ દૂર થશે જ સાથે જ સાથે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ એનર્જી નહી રહે.