બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (16:32 IST)

સૌરાષ્ટ્રના ગરીબ ખેડૂતની એકની એક પુત્રી મલેશિયામાં બની યોગ ચેમ્પિયન

ગીર સોમનાથ જીલ્લાના લાટી ગામના ગરીબ ખેડુત ની પુત્રી ભારતીબેન સોલંકીએ તાજેતરમાં જ્ઞાતિના આગેવાનના સપોર્ટથી મલેશીયા ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લઇ ૧૬ દેશના ૨૫૦ જેટલા સ્પર્ધકો સામે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ અને ચેમ્પીયન ઓફ ચેમ્પીયન્સનો ખિતાબ મેળવ્યો છે. જો કે આટલી મોટી સિધ્ધી હોવા છતાં હાલ સુધી ગુજરાત સરકાર કે જે વિકાસના મોટા મોટા બણગા ફુંકે છે.પરંતુ યોગક્ષેત્રે આટલી મોટી સિધ્ધી છતા તેને કોઇ મદદ મળતી નથી.  ભારતી સોલંકીએ અમદાવાદ ની યોગ કોલેજમાં એડમીશન મેળવ્યુ હતું. છેલ્લા ૧૦ વર્ષથી યોગની તાલીમ લે છે. અને તેણી સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુકી છે. ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ જોઇએ તો તેણી બેઇજીંગ, સાંઘાઇ, હોગકોંગ અને છેલ્લે મેલેશીયા ખાતે સ્પર્ધામાં ભાગ લીધો છે. જેમાં મલેશીયામાં તો તેણી ૧૬ દેશના તમામ ૨૫૦ સ્પર્ધકો ને હરાવીને યોગ સ્પર્ધામાં ચેમ્પીયન ઓફ ધ ચેમ્પીયન્સ તથા ગુજરાતમાંથી સરદાર પટેલ જુનીયર એવોર્ડ મળેલો છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એવોર્ડ તેમના હસ્તે મળ્યો હતો. કુલ ૩૩ જેટલા ગોલ્ડ,સિલ્વર, બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આ ઉપરાંત શિલ્ડ અને ટ્રોફી તો ઘણા છે.