જો એક શરત પાળો તો વડોદરા પોલીસ આપશે હોટલમાં ફ્રીમાં જમવાની કુપન

free coupan
Last Updated: બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (13:25 IST)

દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા પરિવારને મહિનામાં એક વાર હોટેલમાં ખાવાની કુપન ફ્રીમાં આપવામાં આવી રહી છે. શરત એટલી જ છે કે ટ્રાફિકનું પાલન કરો. અંતર્ગત વડોદરા પોલીસે આ પહેલ શરૂ કરી છે. હાલ રાજ્યમાં ટ્રાફિક સલામતી સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. જેમાં જે લોકો ટ્રાફિકનું પાલન નથી કરતા તેમને સમજાવવામાં આવી આવી રહ્યું છે. તેમજ જે લોકો રસ્તા પર ટ્રાફિકનું પાલન કરતા જોવા મળે તેમને એક પહેલના ભાગરૂપે તેમના આખા પરિવાર સાથે મહિનામાં એક વાર મફત જમવાની કુપન આપવામાં આવી રહી છે. આ અંગે સમા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. ચૌધરીએ કહ્યું કે, પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદાની જાગૃતતા માટે કરવામાં આવી રહેલા આ નવતર પ્રયોગથી વાહન ચાલકોએ પણ ખુશી જાહેર કરી છે.
free coupanઆ પણ વાંચો :