સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:23 IST)

વિધાનસભામાં નવા મંત્રીઓને વિપક્ષનાં સવાલોનો જવાબ આપતાં આંખે પાણી આવશે

ગુજરાત વિધાનસભાનું સત્ર ૧૯ ફેબ્રુઆરીથી શરુ થઇ રહ્યું છે ત્યારે સતાધારી પક્ષ અને વિપક્ષે એકબીજાને ઘેરવા માટે તૈયારી આદરી લીધી છે. જો કે વખતે વિપક્ષમાં ગતવર્ષ કરતાં વધુ સંખ્યાબળ હોવાથી સત્તાધારી પક્ષ માટે તકલીફ સર્જાવાના એંધાણ છે. આ વખતે કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોર, પરેશ ધાનાણી જેવા મજબુત નેતાઓ તેમજ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી જેવા ધુરંધર ધારાસભ્ય હોવાને કારણે ભાજપનાં નવા મંત્રીઓને તેમનાં જવાબ આપવા ભારે પડી જશે તેમ લાગી રહ્યું છે.

રાજ્યનાં મંત્રીમંડળમાં ઈશ્વર પરમાર, આર.સી ફળદુ, કૌશિક પટેલ જેવા ધારાસભ્યો મંત્રી બન્યાં છે ત્યારે તેમનાં હાથ નીચેનાં ખાતાઓના સવાલનો જવાબ આપતાં તેઓને મુશ્કેલી પડશે તે નિશ્ચિત છે. વધુમાં રાજ્યમાં સિંચાઈ તેમજ મગફળીના ટેકાના ભાવે જે વિરોધ ચાલી રહ્યો છે તેને ખાળવો પણ નવા બનેલા મંત્રી માટે મુશ્કેલ છે. ઈશ્વર પરમાર સામાજિક ન્યાય ખાતાનાં મંત્રી છે તેઓને પણ દલિતોના પ્રશ્ને વિધાનસભામાં જીજ્ઞેશ મેવાણીનો વિરોધ સહન કરવો પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે.