રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : રવિવાર, 10 એપ્રિલ 2016 (11:44 IST)

તંત્ર મંત્ર દ્વારા કરો તમારી આ સમસ્યાઓનો ઉકેલ

નેત્રરોગ અથવા હાડકું ભાંગી ગયુ હોય તેવી સમસ્યા હોય તો લાલ રંગના ફૂલ નાખેલ પાણીથી સ્નાન કરો. તાંબાનુ દાન, લાલ કપડુ, ઘઉં, ગોળનુ પણ દાન કરો. પોણા બે કિલો ગોળને ૐ ધૃણિ સૂર્યાય નમ: નુ 11 વાર જપ કરીને વહેતી નદીમાં પધરાવી દેવાથી રાહત મળશે. 

સુખી લગ્નજીવન માટે - દામ્પત્ય જીવનમાં કડવાશ હોય, પતિ, સાસુ-સસરા સાથે કંકાશ વધી ગયો હોય તો શુક્રવારના દિવસે બ્રાહ્મણને સૂર્યોદય પછી ટપકાવાળા વસ્ત્ર, ચાંદી અને ચોખાનુ દાન કરવાથી લાભ થાય છે. ખીરનુ ભોજન કરવાથી પણ લાભ થાય છે. 

વિવાહ વિલંબ - સંતાનના લગ્નમં વિલંબ થતો હોય, વારંવાર વાત બનતા-બનતા બગડી જતી હોય તો સંતાન પાસેથી પાર્વતી મંગળનો પાઠ કરાવવો. અસલી ચંદ્ર અથવા શુક્ર યંત્ર વિધિસર સ્થાપિત કરો. આ વિધિસરની પ્રક્રિયાને અપનાવવાથી ફાયદો થાય છે. 

શનિની મહાદશા - શનિની મહાદશા કે સાડાસાતીથી પરેશાન થઈ રહ્યા હોય તો શનિવારે લોખંડની કાલી છત્રીનુ દાન કરવાથી ફાયદો થાય છે. કૂવામાં થોડુ દૂધ નાખવુ, ભેંસ અથવા કાળી ગાયને એક રોટલી ખવડાવવી વગેરે શનિ શાંતિના અચૂક ઉપાયો છે 

કર્જમુક્તિ માટે - જો તમે કર્જદાર હોય અથવા લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ અવરોધાતો હોય તો કનકધારા સ્ત્રોતનો પાઠ અસલી કનકધારા યંત્ર સામે કરો. આવુ કરવાથી કર્જથી મુક્તિ મળશે સાથે સાથે નિયમિત રૂપે આવક વધવાના અવસરો ઉભા થશે.