સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (20:56 IST)

કર્જથી મુક્તિ અપાવી શકે છે આ નાનકડો ઉપાય

આપણામાંથી ઘણા લોકો કોઈને કોઈ પ્રકારના કર્જમાં ડૂબ્યા રહે છે. તેમના જીવનમાં કર્જની સમસ્યા એક મોટો અવરોધના રૂપમાં સ્થિર થઈ જાય છે.  જ્યોતિષીય દ્રષ્ટિથી કર્જ કોઈની પાસેથી વ્યક્તિગત રૂપે લેવામાં આવ્યુ હોય કે બેંક પાસેથી, વ્યક્તિની કુંડળીમાં છઠ્ઠા ભાવ અને મંગળના પીડિત થતા જ અધિક પરેશાની પેદા થાય છે. જે લોકોની કુંડળીમાં છઠ્ઠા ભાવમાં પાપ ગ્રહયોગ બનેલા હોય છે કે મંગળ ખૂબ જ પીડિત હોય છે તો આવા લોકો જીવનમાં મોટાભાગના સમયે કર્જથી ઘેરાયેલા રહે છે. જ્યોતિષમાં કર્જથી મુક્તિ માટે અનેક ઉપાય સુજાવ્યા છે. તેને કરવાથી સકારાત્મક પર પરિણામ મળે છે. 
 
કર્જ મુક્તિ માટે કરો આ ઉપાય 
 
- રોજ ઋણમોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો 
- ઘરના પૂજા સ્થળમાં મંગળ યંત્રની સ્થાપના કરો અને મંગળ મંત્રની ત્રણ માળા રોજ જાપ કરો. મંત્ર છે. ૐ ક્રામ ક્રીમ ક્રોમ સ: ભૌમાય નમ:  
- દરેક મંગળવારે ગાયને ગોળ જરૂર ખવડાવો 
- દરેક મંગળવારે હનુમાનજીને ચોલા જરૂર ચઢાવો