સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

રાત્રે સૂતા પહેલા ઓશિકા નીચે મુકી દો તુલસીના બે પાન... પછી જુઓ તેના ફાયદા

એવુ કહેવાય છે કે તુલસીના છોડનુ દરેક ઘરમાં એક વિશેષ સ્થાન હોય છે. વિષ્ણુ પ્રિયા હોવાની સાથે સાથે તુલસી કોઈની રિસાયેલી કિસ્મતને પણ બદલી નાખે છે. આમ પણ તુલસીમાં એટલા બધા ગુણ અને ફાયદા છે જેને જાણીને સમજીને દરેક ઘર્મના લોકો પોતાના ઘરમાં તુલસીના છોડને  વિશેષ પ્રેમ અને સન્માન સાથે સ્થાન આપે છે. 
 
તુલસીના અધ્યાત્મિક મહત્વ સાથે તેનુ આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ છે. તુલસીના પાનમાં એટલા વિશેષ ગુણ હોય છે કે જો તમે સતત તેનો ઉપયોગ કરો તો જીવનમાં અનેક મોટા ફેરફાર આવવા શક્ય છે. 
 
આવો જાણીએ તુલસ્સીના માત્ર ચાર પાન કેવી રીતે તમારુ જીવન બદલી શકે છે. જો ઘરમાં પૈસાની કમી વેપારમાં ખોટ અને ક્લેશવાળા જીવનના કારણે જો તમને રાત્રે ઉંઘ નથી આવી રહી તો તુલસીના ચાર પાનને રોજ રાત્રે ઓશિકા નીચે મુકીને સૂઈ જાવ. તમારે એટલુ જ કરવાનુ છે કે સાંજ થતા પહેલા તુલસીના છોડ પરથી ચાર પાન તોડી લેવાના છે અને રાત્રે સૂતા પહેલા આ ચાર પાનને ઓશિકા નીચે મુકીને સૂઈ જવાનુ છે. 
 
સવારે આ ચાર પાનમાંથી બે પાન ચાવીને ખાઈ લો અને બે પાનને સાચવીને મુકી દો. કહેવાય છે કે તુલસીના પાનમાંથી હંમેશા સકારાત્મક તરંગો નીકળે છે જે દુવિદ્યાપુર્ણ જીવન જીવી રહેલ વ્યક્તિના જીવનમાં આશીર્વાદ બનીને આવે છે. 
 
- તુલસીના પાનમાંથી નીકળનારી તરંગો તમને આખી રાતની ઉંધ દરમિયાનના તનાવથી બચાવશે અને તેનાથી તમે યોય્ગ નિર્ણય લેવામાં ખુદને મજબૂત અનુભવશો. તેનાથી ખરાબ સ્વપ્ન આવવા પણ બંધ થઈ જાય છે. 
 
એક દિવસ નિમંત્રણ આપીને તુલસીની જડને ઘરે લઈ આવો અને ઘરે લાવીને તુલસીની જડને ગંગાજળથી ધોઈ લો. ત્યારબાદ તેનુ પૂજન કરો અને ગુરૂવારના દિવસે તેને પીળા કપડામાં લપેટીને હાથમાં બાંધી લો. તમારા જીવનમાં ચાલી રહેલ ધન અને નોકરી સંબંધી પરેશાની ખતમ થઈ જશે. 
 
 
જો ઘરમાં કોઈને નજર લાગી હોય તો તુલસીના સાત પાન અને સાત કાળા મરીને લઈને નજર લાગેલ વ્યક્તિને સૂવાડીને તેના પરથી 21 વાર ફેરવી લો. પછી કાળા મરીને ઘરના ચાર ખૂણામાં નાખો અને તુલસીના પાન નજર લાગનાર વ્યક્તિને ખાવા આપી દો 
 
રોજ સવારે નાહી ધોઈને તુલસીના છોડની પૂજા કરો અને જળ ચઢાવો. ત્યારબાદ તુલસીના થોડા પાનને તોડીને તેને પૂજાઘરમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ સામે મુકી દો.  તમારા ઘરમાં લક્ષ્મીમાનો સદૈવ ભંડાર ભર્યો રહેશે. 
 
તુલસીના બે પાનને સવારે રસોઈ બનાવતા પહેલા જળમાં નાખીને એ જળને રસોડામાં અને બાકીના દરેક રૂમમાં છાંડી દો. આવુ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનુ આગમન થાય છે. અને ઘરમાં પૈસાની કમી ખતમ થવા માંડે છે. જો તમે કોશિશ કર્યા છતા પણ વેપારમાં અને નોકરીમાં નુકશાન ભોગવી રહ્યા છો તો રોજ સવારે તુલસીની પૂજા પછી તુલસીના પાનને દહીમાં ભેળવીને ખાઈ લો પછી જ ઘરની બહાર નીકળો. તમારા બગડેલા કામ બનવા શરૂ થઈ જશે.