ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : રવિવાર, 23 જૂન 2019 (07:45 IST)

હાથમાં કાળા દોરો શા માટે બાંધીએ છે? જાણો કારણ

કાળો દોરો બાંધવાના ફાયદા 
મિત્રો તમે મોટેભાગે જોયુ હશે કે લોકો કાળા દોરાને પહેરે છે. કાળો દોરો પહેરવાથી વ્યક્તિને ખરાબ નજર અને દોષ લાગતોનથી. કાળો દોરાને તમે હાથ કે ગળામાં પહેરી શકો છો.  કેમ પહેરવામાં આવે છે કાળા દોરો અને શુ છે તેની પાછળના કારણ આવો જાણીએ.. 
 
કાળો દોરો હાથ કે ગળામાં બાંધવાથી નજર લગાવનારા વ્યક્તિની દ્રષ્ટિને ભંગ કરી દે છે.  જેના કારણે નજરની અસર તમારા પર પડતી નથી. 
 
માણસનુ શરીર પાંચ તત્વોનુ બનેલુ છે. જ્યારે માણસને ખરાબ નજર લાગે છે ત્યારે તેના શરીરને ઉર્જા આપનારુ તત્વ કામ નથી કરતુ. જેનાથી વ્યક્તિના આરોગ્ય પર અસર પડે છે. આવામાં કાળો દોરો પહેરવાથી તમારા પાંચ તત્વ સંપૂર્ણ રીતે કામ કરે છે. 
 
જે લોકો ગળામાં કે હાથમાં કાળો દોરો પહેરે છે તેમની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ થાય છે. 
 
વૈજ્ઞાનિક રૂપે જોવામાં આવ્યુ છે કે કાળો દોરો ઉષ્મા અવશોષક હોય છે.  તેથી કાળો દોરો ખરાબ નજર અને હવાઓને અવશોષિત કરે છે. જેની અસર આપણા શરીર પર પડતી નથી.  આ એક પ્રકારનુ સુરક્ષા કવચ બનાવી દે છે.