ગુરૂ ગોવિન્દ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરૂ આપકે જિન ગોવિન્દ દિયે મિલાય

Happy Teachers Day
Happy Teachers Day
Last Updated: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (16:52 IST)

એક વાર વરસાદની ઋતુમાં કેટલાક સાધુ મહાત્મા અચાનક કબીર જીના ઘરે આવી ગયા. વરસાદને કારણે કબીર સાહેબ જી બજારમાં
કપડા વેચવા ન જઈ શક્યા અને ઘર પર કશુ ખાવાનુ પણ નહોતુ. તેમણે પોતાની પત્ની લોઈ ને પૂછ્યુ - શુ કોઈ દુકાનદાર થોડો લોટ
દાળ આપણને ઉધાર આપી દેશે જેને આપણે પછી કપડા વેચીને ચુકવી દઈશુ.
પણ એક ગરીબને કોણ ઉધાર આપે જેની કોઈ
પોતાની નિશ્ચિત આવક પણ નહોતી.

લોઈ કેટલીક દુકાનો પર સામાન લેવા ગઈ પણ બધાએ રોકડ પૈસા માંગ્યા છેવટે એક દુકાનદારે ઉધાર આપવામાટે તેની સામે એક શરત મુકી કે જો તે એક રાત તેની સાથે વિતાવશે તો તે ઉધાર આપી શકે છે. આ શરત પર લોઈને ખૂબ ખરાબ લાગ્યુ પણ તે ખામોશ રહી. જેટલો લોટ અને દાળ જોઈતા હતા દુકાનદારે આપી દીધા. જલ્દીથી ઘરે આવીને લોઈએ જમવાનુ બનાવ્યુ અને જે દુકાનદાર સાથે વાત થઈ હતી તે કબીર સાહેબને બતાવી દીધી.

રાત થતા કબીર સાહેબે લોઈને કહ્યુ કે દુકાનદારનુ કર્જ ચુકવવાનો સમય આવી ગયો છે. ચિંતા ના કરીશ બધુ ઠીક થઈ જશે. જ્યારે તે તૈયાર થઈને જવા લાગી તો કબીર જી બોલ્યા કે વરસાદ પડી રહ્યો છે અને ગલી કીચડથી ભરાઈ છે. તુ ધાબળો ઓઢી લે હુ તને ખભા પર ઉઠાવીને લઈ જઉ છુ.

જ્યારે બંને દુકાનદારની ઘરે પહોંચ્યા તો લોઈ અંદર જતી રહી અને કબીરજી દરવાજાની બહાર તેમની રાહ જોવા લાગ્યા. લોઈને જોઈને દુકાનદાર ખૂબ ખુશ થયો. પણ જ્યારે તેણે જોયુ કે વરસાદ પડવા છતા લોઈના કપડા પલળ્યા નથી કે ન તો તેના પગ ખરાબ થયા છે તો તેણે ખૂબ આશ્ચર્ય થયુ.
તેણે પૂછ્યુ - આ શુ વાત છે કે કીચડથી ભરેલી ગલીમાંથી તુ આવી છતા તારા પગ પર કીચડનો એક દાગ પણ નથી કે તુ પલળી પણ નથી.

ત્યારે લોઈએ જવાબ આપ્યો - તેમા નવાઈની કોઈ વાત નથી. મારા પતિ મને ધાબળો ઓઢાવીને પોતાના ખભા પર બેસાડીને અહી લાવ્યા છે.
આ સાંભળીને દુકાનદારને ખૂબ નવાઈ લાગી. લોઈનો નિર્મલ અને નિષ્પાપ ચેહરો જોઈને તે ખૂબ જ પ્રભાવિત થયો અને આશ્ચર્યથી તેને જોતો રહ્યો. જ્યારે લોઈએ કહ્યુ કે તેના પતિ કબીર સાહેબ જી તેને પરત લઈ જવા માટે બહાર રાહા જોઈ રહ્યા છે તો દુકાનદાર પોતાની નીચતા અને કબીર સાહેબજી ની મહાનતાને જોઈને શરમથી પાણી પાણી થઈ ગયો.

તેણે લોઈ અને કબીર સાહેબજી બંને પાસે ઘૂંટણિયે વળીને ક્ષમા માંગી. કબીર સાહેબજી એ તેમને માફ કરી દીધા. દુકાનદાર કબીર જી ના બતાવેલ માર્ગ પર ચાલી પડ્યા જે પરમાર્થનો માર્ગ અને સમય સાથે તેમના પ્રેમી ભક્તોમાં ગણાવવા લાગ્યા.
ભટકતા લોકોને યોગ્ય રસ્તા પર લઈ જવાનુ સંતોની પોતાની એક રીત હોય છે.

સાચો સંત કોઈપણ કાળમાં કોઈના મનનો મેલ અને વિકારોને મટાડીને અને પ્રભુનુ જ્ઞાન કરાવીને પ્રભુની કૃપાદ્રષ્ટિને પાત્ર બનાવે છે.


આ પણ વાંચો :