મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Updated : બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (16:12 IST)

Happy Teacher's Day - શિક્ષક મૂર્તિ નહી મૂર્તિકાર છે

શિક્ષક દિવસ વિશેષ

શિક્ષકે બનાવેલ મૂર્તિ ન તો પત્થરની હોય છે, ન તો સિરેમિક્સની કે ન તો લાકડીની. તેમણે બનાવેલ મૂર્તિ તો જીવનને મૂર્તિ હશે. જીવનની જેમ જ ગતિશીલ, ભાવનામય, શક્યતાઓથી જોડાયેલ, કર્મ અને કામનાયુક્ત. આવી મૂર્તિ હશે તો એ કહી શકશે કે તેમણે જ્ઞાનને આન6દ અને પ્રેમમાં બદલ્યુ છે. કર્મને શ્રમ અને સંઘર્ષમાં બદલ્યો છે, ઉપલબ્ધિઓને સુખ અને સંતોષમાં બદલી છે. 
 
એવુ લાગે છે કે આઝાદી પછી પણ આપણુ સંપૂર્ણ પ્રશિક્ષણ કોઈ તાબૂતમાં મૂકેલ મમી જેવુ છે. 19મી અને 20મી સદીમાં જે મોટા-મોટા નામ આપણી પાસે હતા, તેટલુ મોટુ નામ આજે એક પણ નથી. રવિન્દ્રનાથ, ગાંધી, ગુજુભાઈ અને વિનોબા વગેરેમાંથી એકપણ શિક્ષક નહોતા, પરંતુ શિક્ષાના જે વિચારો તેમણે આપ્યા, જે પ્રયોગ તેમણે કર્યા, તેનાથી તેઓ એટલા મોટા શિક્ષક બની ગયા કે સાચે જે શિક્ષક છે તે પણ તેમની આગળ નાના દેખાવા લાગ્યા. 
 
એવુ કહેવાય છે કે આજે જ્ઞાનની જે ગતિ છે, તેનાથી એક દિવસ એવો આવશે જ્યારે સમગ્ર બ્રહ્માંડ જ્ઞાનની સામે નાનુ લાગશે. જે રીતે આજે જ્ઞાને કર્મની સાથે સમજૂતી કરી છે તેને જોતા લાગે છે કે જ્ઞાન અને કર્મની શિક્ષા આજે જીવતા રહેવા માટે અનિવાર્ય બની ગઈ છે. પરંતુ જ્ઞાની અને કર્મવાદીને બંન્નેને રડવુ તો પડે છે. 
 
આપણા તમામ શિક્ષકો જ્યારે જ્ઞાન અને કર્મની શિક્ષામાં શાળાથી લઈને વિશેષ સંસ્થાનો અને વિશ્વવિદ્યાલય સુધી જોડાયેલા છે તો પછી ભાવના અને શક્યતાની શિક્ષા કોણ આપશે ? મનોવિજ્ઞાન કહે છે કે મનુષ્યના જીવનમાં ત્રણ યોગ હોય છે કે તેમણે ત્રિકોણ કે પરિક્ષેત્ર કહેવાય છે. 
 
આપણી દુનિયામાં શિક્ષક એક મહાન મૂર્તિ સમાન છે જેની પૂજા કરી શકાય છે. પરંતુ એ ચાર રસ્તા પર ઉભી કરવામાં આવેલી અપેક્ષિત મૂર્તિ સમાન હોય છે. મૂર્તિ બનવાનો સૌથી મોટો શ્રાપ એ છે કે તેને ઉપેક્ષિત થવુ પડે છે. એ ફક્ત ઉદ્દઘાટનના દિવસોની શોભા હોય છે. તેથી જો કોઈ શિક્ષક મૂર્તિ બનવાની કોશિશ કરે છે તો તે જડ બની જાય છે, તેની ઉપેક્ષા થાય છે. 
 
સ્વતંત્રતા પછી શિક્ષક ઘણા શબ્દોનો અર્થ ભૂલી ગયા છે. આમ તો 'શાળા' શબ્દને પણ સારો નથી માનવામાં આવતો, કારણ કે એ પણ એક જડતા, ક્રૂરતા અને કઠોરતાનુ પ્રતીક બની રહ્યો છે. છતા ભૌતિક રૂપે આપણી સામે શાળા છે, જેણે સમાજ, સરકાર અને બાળકોએ સ્વીકારી છે. શાળાને શિક્ષાનુ સર્વાધિક શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્થળ માનવામાં આવ્યુ છે. 
 
આજે શાળા ભલે આપણા જૂના ગુરૂકૂળ કે આશ્રમ સમાન ન હોય, એક ચબૂતરા જેવી શાળા હોય છતા તે આજે આપણે વચ્ચે ભૌતિક રૂપે છે. આ શાળાની પાછળની વ્યવસ્થા એટલેકે સરકાર ગાયબ છે, સમાજ પણ મોટાભાગે ગાયબ છે. શાળા શબ્દમાં કોઈ સમાયુ છે તો માત્ર બે લોકો - બાળકો અને શિક્ષક. 
 
શાળાની હકીકતને નજર અંદાજ નથી કરી શકાતી. પછી ભલે એ કેટલી પણ કઠોર કે પ્રતિકૂળ હોય , શાળા તો રહેશે જ. જો શાળા છે તો એ અપશિક્ષાનુ માધ્યમ કેમ બને ? તેને મરેલી કેમ માનવામાં આવે ? તેની નવી મૂર્તિ કોણ ગઢશે ? એક જ વ્યક્તિ છે જે આ કામ કરી શકે છે એ છે શિક્ષક. 
 
આજનો શિક્ષક જ્ઞાનનો પડકાર અને હુન્નરની ચિંતાની સામે ઉભો છે. શિક્ષાએ દુનિયમાં જે વાતાવરણ ઉભુ કર્યુ છે તેને જોતા લાગે છે કે શિક્ષાની પારંપારિક વ્યાખ્યા ઘસાઈ ગઈ છે. હવે બાળકો, કિશોર કે યુવકો શાળામાંથી કે શિક્ષક પાસેથી જ નથી શીખતા, હવે તો તેઓ મશીન સાથે વાતો કરે છે, તેને આદેશ આપે છે અને દરેક વાત માટે મનાવે છે. મનુષ્ય પર મશીન હાવી થઈ ગયુ છે.