શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: બુધવાર, 12 એપ્રિલ 2023 (11:35 IST)

Chanakya Niti: ક્યારેય પણ કોઈને ન બતાવશો આ 3 વાતો, આખુ જીવન રાખો રહસ્ય, નહી તો જીવન થઈ જશે બરબાદ

chanakya  niti
Chanakya Niti  : આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં અનેક એવી વાતો બતાવી છે જે આજે પણ સમાજ અને પરિવારમાં જીવવાની રીત બતાવે છે.  આચાર્ય ચાણક્યએ સમય મુજબ અનુભવોનુ આકલન કરતા પૈસા, આરોગ્ય, બિઝનેસ, દાંપત્ય જીવન, જીવનમાં સફળતા સાથે જોડાયેલ અનેક વસ્તુઓ વિશે વાત કરી છે. જેને ચાણક્ય નીતિના નામથી ઓળખવામાં આવે છે.  આ ચાણક્ય નીતિ હંમેશા મુસીબતના સમયે યોગ્ય સલાહ આપે છે. 
 
આચાર્ય ચાણક્યના આ જ વિચારોમાંથી આજે આપણે એક વધુ વિચારનુ વિશ્લેષણ કરીશુ આજના વિચારોમાં આચાર્ય ચાણક્યએ 3 એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે જે મનુષ્યએ ક્યારેય બીજાને ન બતાવવી જોઈએ.  આવો જાણીએ એ 3 વાતો વિશે.. 
 
1. કોઈને પણ ક્યારેય તમાર કામના નુકશાન વિશે વાત ન કરશો 
 જો તમને બિઝનેસમાં નુકશાન થઈ જાય તો ભૂલથી પણ આ વાતનો ઉલ્લેખ બીજા સામે ન કરો. જો તમે આવુ કરશો તો તમારા વિરોધી તમને કમજોર સમજીને તમારા પર જ વાર કરી શકે છે. એટલુ જ નહી તે તમને બેકાર સમજીને તમારાથી દૂર પણ જતા રહેશે.  તેથી આચાર્ય ચાણક્ય કહે છે કે બિઝનેસમાં થયેલા નુકશાન વિશે કોઈને પણ ન બતાવશો અને ન તો બીજા સામે તમારી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ ન કરશો. 
 
2. ઘરની લડાઈ કોઈને પણ શેયર ન કરશો 
 આચાર્ય ચાણક્ય મુજબ જો તમારી પત્ની કે તમારા ઘરમાં કોઈની સાથે લડાઈ થઈ હોય તો આ વાતનો ઉલ્લેખ પણ બીજાને ન કરો. કારણ કે આવુ કરવાથી તમારા જ સમાજમાં તમારી છબિ ખરાબ થઈ શકે છે.  સાથે જ તમારુ દાંપત્યજીવન બીજા માટે મજાક બની શકે છે. 
 
3. તમારી સાથે દગો થાય તો કોઈને કહેશો નહી 
આચાર્ય ચાણક્ય મુજબ જો કોઈ વ્યક્તિ તરફથી તમને દગો મળે તો પણ આ વાતનો કોઈની સામે જાહેર ન કરશો. કારણ કે લોકો તમને કમજોર મગજના કે ઉદાર સમજીને તમારી સાથે દગો કરી શકે છે.