બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 16 જાન્યુઆરી 2021 (08:12 IST)

સક્સેસ મંત્ર/ પ્રેરક કથા - જીવનમાં લક્ષ્ય મેળવવા માટે અનુભવ અને આત્મજ્ઞાન પણ છે ખૂબ જરૂરી

જીવનમાં જે રીતે લક્ષ્ય મેળવવા માટે દ્રઢ નિશ્ચય, મહેનત, એકાગ્રતા વગેરે જેવી અનેક વસ્તુઓની જરૂર હોય છે, એ જ રીતે અનુભવ અને આત્મજ્ઞાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અનુભવ તમને નિષ્ફળ થતા બચાવે છે અને આત્મજ્ઞાન તમને સાચી પરખ શિખવાડે છે. આવો જાણીએ આ અંગેની પ્રેરક કથા 
 
એક રાજ્યમાં એક તલવારબાજીનો અનોખો વિદ્વાન રહેતો. બધા જ તેના વિશે જાણતા હતા અને રાજા પણ તેનો આદર કરતા હતા. 
 
થોડા સમય પછી તલવારબાજની ઉંમર થવા આવી.  તેને લાગ્યું કે જો તે મરી જશે, તો તેની પ્રતિભાને વિશે કોઈ જાણશે નહીં. આવી સ્થિતિમાં તેણે તેના રાજ્યના તમામ યુવાનોને તલવારબાજી શીખવવાની જાહેરાત કરી. હવે ઘણા યુવાનોએ  તેમની પાસે આવીને  તલવારબાજી શીખવાનું શરૂ કર્યું. એ બધા યુવકોમાંથી એક યુવકને લાગ્યું કે તેનથી સારી તલવારબાજી કોઈ નથી કરી શકતુ. તેને લાગ્યુ કે મને કોઈ ગુરૂની જેમ કેમ નથી સમજતુ. આ માટે તેણે પોતાના ગુરૂને જ પોતાની સાથે હરીફાઈ કરવાનુ આમંત્રણ આપી દીધુ. 
 
પ્રતિયોગિતાની ઘોષણા કરવામાં આવી હતી, તારીખ પણ નક્કી કરવામાં આવી. હવે શિષ્ય બધી બાબતો શીખવા માટે તેના ગુરૂ  પર નજર રાખવા લાગ્યો.  તેણે એક દિવસ જોયું કે ગુરૂ  ક્યાંક જઈ રહ્યા હતા. શિષ્યએ ગુરૂનો પીછો કર્યો.  ગુરૂ લુહાર પાસે ગયા અને લુહારને 15 ફૂટ લાંબી તલવાર તૈયાર કરવા કહ્યું. શિષ્યને લાગ્યું કે તેના ગુરૂ આટલી લાંબી તલવાર બનાવીને તેનુ માથુ કાપી નાખશે. આવી સ્થિતિમાં તેણે સમય બગાડ્યા વિના 16 ફૂટ લાંબી તલવાર બનાવી લીધી. 
 
હવે સ્પર્ધા નો દિવસ આવી ગયો. હરીફાઈ શરૂ થતાં જ ગુરૂએ પોતાની તલવાર કાઢી  અને શિષ્યના ગળા પર મૂકી દીધી. બીજી બાજુ શિષ્ય તલવાર લાંબી હોવાને કારણે તેને કાઢતો જ રહી ગયો. અહી ગુરૂનો અનુભવ કામ આવ્યો.. તેથી, કંઈપણ મેળવવા માટે, અનુભવ ખૂબ જ જરૂરી છે.