ઈશા શરવાણીએ ઈજાને કારણે 'ઝલક દિખલા જા'માંથી ડ્રોપ લીધો

વેબ દુનિયા|

'
P.R
ઝલક દિખાલા જા'ની સ્પર્ધક ઈશા શરવણી પોતાના મિત્રના ઘરે પડી હતી અને તેના ચહેરા પર ઈજા થઈ હોવાને કારણે તેણે આ શોના ગ્રાન્ડ ફિનાલેમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈશાના હાથ પર પહેલાથી જ ઈજા થયેલી હતી અને તેના પર પ્લાસ્ટર પણ લાગેલું હતું.

27 વર્ષીય ઈશાએ શોના અલગ અલગ એપિસોડમાં કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાન સાથે મળીને અદ્દભુત ડાન્સ એક્ટ રજૂ કર્યાં છે, જેના માટે તેને દર્શકો સહિત જજીસની પણ વાહવાહી મળી છે. ઈશા પોતાના મિત્રના ઘરે પડી જતા તેના ચહેરા પર ઈજા થઈ છે અને તે કેમેરાની સામે આવવા નથી માંગતી.

જ્યારે આ સમાચારની પુષ્ટિ માટે સલમાન યુસુફ ખાન સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યુ હતું કે, "હા. ઈશાને ઈજા થઈ છે પણ રિહર્સલ દરમિયાન નહીં. તે પોતાના મિત્રના ઘરે હતી અને તેના ઘરમાં જ તે પડી ગઈ હતી."
જો કે, સલમાને શોના ગ્રાન્ડ ફિનાલેમાં ઈશાની હાજરી વિશે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યુ હતું કે, "જ્યા સુધી એપિસોડ ટેલિકાસ્ટ ન થાય ત્યા સુધી હું કોઈ જ કમેન્ટ નહીં કરી શકું. અત્યારે હું કોઈ પણ વાત પર નિવેદન કરવા માટે સક્ષમ નથી."

થોડા અઠવાડિયા પહેલા જ ઈશાને રિહર્સલ દરમિયાન ઈજા થઈ હતી. બે અઠવાડિયા પરફોર્મ ન કર્યા બાદ ગત અઠવાડિયે તેણે એક હાથે રોપ મલ્ખમ એક્ટ રજૂ કર્યો હતો.
જો ઈશા ફિનાલેમાં ગેરહાજર રહે તો ગુરમિત ચૌધરી, થશે.
આ ગ્રાન્ડ ફિનાલે 30મી સપ્ટેમ્બરના રોજ થવાનો છે. જેમાં શોના જજીસ કરણ જોહર, કોરિયોગ્રાફર-ડાયરેક્ટર રેમો ડિસોઝા અને ડાન્સિંગ દિવા માધુરી દીક્ષિત સહિત શ્રીદેવી પણ હાજર રહેવાની છે.


આ પણ વાંચો :