એક્સીડેંટ પછી કોમેડિયન સુનીલ ગ્રોવર(ગુત્થી)નો અમાનવીય ચેહરો જોવા મળ્યો

P.R


ટીવી શો કોમેડી નાઈટ વિથ કપિલમાં 'ગુત્થી'નુ પાત્ર ભજવી રહેલા જાણીતા અને નવા રૂપમાં ટીવી પર કમબેક કરી રહેલ સુનીલ ગ્રોવરનો શુક્રવારે અમાનવીય ચહેરો સામે આવ્યો. તેની બીએમડબલ્યૂ કારે નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં એક ઓલ્ટો કારને ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં ઓલ્ટોમાં સવાર 3 લોકો ઘાયલ થઈ ગયા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા. પણ દુર્ઘટના બાદ સુનીલ ત્યાંથી જતા રહ્યા અને ડ્રાઈવરને ત્યા છોડી દીધો.

મુંબઈ| વેબ દુનિયા|
.
ગાડીની પાછળની સીટ પર બેસેલા હતા. તેમનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. ગ્રોવરે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પૂના જવાનુ હતુ. લાઈન બદલતી વખતે તેમનો ડ્રાઈવર કાર પરથી નિયંત્રણ ગુમાવી બેસ્યો અને ડિવાઈડર પાર કરી બીએમડબલ્યૂ બીજી બાજુ નીકળી ગઈ. બીએમડબલ્યૂ કારે સામે આવી રહેલ ઓલ્ટો કારને ટક્કર મારી દીધી. પોલીસે આ મામલે ગ્રોવરના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી અને કેસ નોંધી લીધો છે.


આ પણ વાંચો :