કુછ તો લોગ કહેંગે..માંથી મોહનીશ બહાર થશે !!

વેબ દુનિયા|

P.R
દૈનિક ટીવી સિરીયલનાં વ્યસ્ત શિડ્યુઅલની અસર મોહનીશ બહેલના સ્વાસ્થ્ય પર થવા લાગી છે. આ કારણે તેમણે 'કુછ તો લોગ કહેંગે' સિરીયલને છોડવાનો નિર્ણય લીધો છે.

સોની ચેનલની સિનીયર એક્સિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ સ્નેહા રાજાનીએ ટ્વિટ કરી હતી કે, "આ સાચી વાત છે કે મોહનીશ બહેલ 'કુછ તો લોગ કહેંગે' છોડી રહ્યા છે-તેમની તબિયતને કારણે."

તેણે ઉમેર્યું હતું કે, "તેમના ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે અને દૈનિક ધારાવાહિકના શૂટિંગ માટે જેટલા કલાક જરૂરી હોય છે તેટલા કલાક કામ કરવાની ના પાડી છે. માટે તેમની તબિયત વધારે ખરાબ થાય તે પહેલા પરસ્પર સમજૂતીથી અમે અલગ પડવાનો નિર્ણય કર્યો છે."
ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂ થનાર આ ધારાવાહિક, પાકિસ્તાની ટીવી સિરીઝ 'ધૂપ કિનારે'ની ભારતીય આવૃતિ છે. પાકિસ્તાની શોમાં રાહત કાઝમી અને મરિના ખાન મુખ્ય ભૂમિકામાં હતાં. આ સિરીયલ 1980ના દાયકામાં ભારત અને પાકિસ્તાનમાં બહુ લોકપ્રિય બની હતી.

આ સિરીયલની ભારતીય આવૃતિમાં મોહનીશ બહેલ ડો. આશુતોષ અને કૃતિકા કામરા તેમની પ્રેમિકા ડો. નિધીની ભૂમિકા ભજવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહનીશની એક્ઝિટ એક એક્સિડન્ટ સિકવન્સમાં બતાડવામાં આવશે, જે શૂટ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યુ છે.
આ શોમાં મોહનીશની જગ્યાએ અનુજ સક્સેના આવી તેવી શક્યતાઓ છે.


આ પણ વાંચો :