ખુશ ખબર.. ટૂંક સમયમાં જ પિતા બનવાના છે કપિલ શર્મા !!!

kapil sharma
મુંબઈ| Last Modified બુધવાર, 2 જુલાઈ 2014 (11:14 IST)

કોમેડિયન કપિલ શર્માના ઘરે હવે ટૂંક સમયમા જ એક નાનકડા મેહમાન આવવાના છે. પણ તમે વિચારી રહ્યા હશો કે કપિલ શર્માના તો હજુ લગ્ન પણ નથી થયા તો તેઓ પિતા કેવી રીતે બની શકે છે. વાત અહી તેમના અસલ જીંદગીની નહી પણ તેમના ટીવી શો 'કોમેડી વિથ કપિલ' ની વાત કરી રહ્યા છે.

કોમેડી નાઈટ્સે તાજેતરમાં જ પોતાનો એક વર્ષ પુરો કર્યો અને આ પ્રસંગે શો મા કપિલની પત્નીનુ પાત્ર ભજવતી સુમોના ચક્રવર્તીએ કપિલના ફેસબુક પેજ પર લખ્યુ, 'શર્માજી એક વર્ષ પુરૂ થઈ ગયુ ! હવે તો દાદીને પૌત્ર આપી જ દઈએ...

સુમોનાન આ કમેંટ દ્વારા એવા પ્રયાસ લગાવી રહ્યા છે કે શો માં ટૂંક સમયમાં જ સુમોના મા અને કપિલ પિતા બની શકે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોમેડી નાઈટ્સના એક વર્ષ પુરા થવા પર પોતાની ઓનસ્ક્રીન પત્ની સુમોનાની સાથે એક ફોટો પણ ફેસબુક પર શેયર કર્યો છે.

જાણવા મળ્યુ છે કે કોમેડી નાઈટ્સને વધુ મજેદાર બનાવવા માટે કપિલના પરિવારમાં નવા મહેમાનની એંટ્રી કરાવી શકાય છે. જો આવુ થશે તો કોમેડી નાઈટ્સના દર્શકોનો આનંદ ડબલ થઈ જશે.


આ પણ વાંચો :