દયાભાભી(દિશા વકાણી) રિયલ જેઠાભાઈની શોધમાં !!

વેબ દુનિયા|

P.R
સબ ટીવી પર આવતી ધારાવાહિક તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એ દરેક દર્શકોની પસંદગીની સીરિયલ છે. જેમા ગુજરાતી ફેમિલીની “હે મા, માતાજી” કહીને સૌને પેટ પકડીને હસાવતાં ‘દયાભાભી’ એટલે કે દિશા વાકાણીએ પોતાનો જીવનસાથી શોધવા હવે કવાયત હાથ ધરી છે. રવિવારે દિશા વાકાણી પોતાના પરિવાર સાથે અમદાવાદમાં યોજાયેલા ભાવસાર સમાજના લગ્ન પસંદગી મેળામાં ભાગ લેવા પહોંચી હતી.

મનોરંજન ચેનલ સબ ટીવી પર પ્રસારિત થતા ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના મુખ્ય પાત્ર એવાં ‘દયાભાભી’ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. મૂળ ગુજરાતની એવી આ અભિનેત્રીએ પોતાના અનોખી કોમેડી સ્ટાઇલ, ગુજરાતી લહેકા સાથેના સંવાદોને લીધે લોકોના હદયમાં સ્થાન મેળવ્યું છે. સિરીયલમાં એક પુત્રની માતાનો રોલ નિભાવતી દિશા વાસ્તવિક જીવનમાં હજુ કુંવારી છે અને હવે સંસાર માંડવાના આશય સાથે તેણે જીવનસાથીની શોધ શરૂ કરી દીધી છે. દિશા જે સમાજ સાથે સંકળાયેલી છે તે ભાવસાર સમાજનો જીવનસાથી પસંદગી મેળો રવિવારે અમદાવાદ ખાતે યોજાયો હતો.
જેમાં પોતાના માટે મુરતિયો શોધવા દિશા વાકાણી પોતાના પિતા ભીમ વાકાણી અને નાની બહેન સાથે અહીં આવી પહોંચી હતી. અને પોતાના લાયક યુવકની શોધ માટે પ્રયત્નો ચાલુ કર્યા છે. જોઈએ હવે દયાને પોતાના રિયલ ક્યારે મળે છે.


આ પણ વાંચો :