દર્શકોને ફરીથી હસાવશે ગુત્થી.. પણ અન્ય શો માં - સુનીલ ગ્રોવર

મુંબઈ| વેબ દુનિયા|

.
P.R
આ વાતમાં કોઈ બેમત નથી કે ગુત્થી ઉર્ફ સુનીલ ગ્રોવરે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'માંથી વિદાય લઈને પોતાનો શો શરૂ કરવાની વાત વિચારી લીધી છે, પણ તે તેમને માટે એટલુ સહેલુ નહી રહે. વાયકોમ 18 ગુત્થીના પાત્રના અનુકરણ પર નોટિસ રજૂ કરીને એ પ્રયત્ન કરી રહ્યા છે કે ગુત્થી ક્યાક બીજે હસાવી ન શકે. પણ ગુત્થીએ પણ નક્કી કરી રાખ્યુ છે કે તે આ પાત્ર સાથે લોકોને ફરી હસાવશે.

સૂત્રોનુ માનીએ તો જ નહી શો ની આખી ટીમ નથી ઈચ્છતી કે ગુત્થી ક્યાય બીજે કોઈ અન્ય ચેનલની સાથે મળીને લોકોને હસાવે. તેથી પ્રોડક્શન હાઉસે ગુત્થીના નવા શો વિશે સાંભળતા જ નોટિસ રજૂ કરી દીધી. જેમા કહેવામાં આવ્યુ છે કે જે પણ ગુત્થીના પાત્ર કે શો ના ફોર્મેટને કોપી કરવાનો પ્રયત્ન કરશે, તેના વિરુદ્ધ કાયદાકીય પગલા ઉઠાવાશે. જેનો મતલબ તો એ જ થયો કે તેઓ નથી ઈચ્છતા કે ગુત્થી આગળ ક્યાક કામ કરે અને તેને આ શો માં મજબૂરીથી પરત આવવુ જ પડે. જેને કારણે ગુત્થી ઉર્ફ સુનીલ ગ્રોવરની મુશ્કેલીઓ વધી ગઈ છે.
પણ ગુત્થી હાર માને એવા નથી. તેમણે એક ઈંટરવ્યુમાં કહ્યુ, 'ચેનલ આ પ્રકારની નોટિસ રજૂ કરીને મારા ટેલેંટને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આવુ કરવાનો મતલબ તો એ જ થયો કે તેઓ મને આગળ કામ કરતા રોકવા માંગે છે. તેમણે કહ્યુ કે ગુત્થીનુ પાત્ર સંપૂર્ણપણે તેમનુ પોતાનુ છે. આ વિચારો પણ તેમના જ છે. કોઈ તેમની પાસેથી આ હક છીનવી નથી શકત. તેમની પાસે અનેક ઓફરો આવી રહી છે. તેમણે જણાવ્યુ કે જો કોમેડી નાઈટ્સમાં તેમના સ્થાન પર કોઈ અન્ય ગુત્થીનો રોલ ભજવે છે તો તેમને કોઈ વાંધો નથી.


આ પણ વાંચો :