'દીયા ઔર બાતી હમ' ની સંધ્યાએ પોતાના ઓનસ્ક્રીન પતિ સૂરજને કેમ મારી થપ્પડ !!

Last Modified ગુરુવાર, 12 માર્ચ 2015 (14:37 IST)
નાના પડદાં પર લોકપ્રિય શો 'દીયા ઔર બાતી હમ' માં બવાલ મચી છે. ઉલ્લેખનીય છે કે દર્શકોની આઈડલ વહુ સંઘ્યાએ પોતાના ઓન સ્ક્રીન પતિ સૂરજને જોરદાર તમાચો જડી દીધો.

સૂત્રો મુજબ સંધ્યા મતલબ દીપિકા સિંહે પોતાના કો-એક્ટર અનસ રશીદ મતલબ સૂરજને આખી યૂનિટ સામે થપ્પડ માર્યો છે. સૂત્રોનુ માનીએ તો દીપિકાએ અનસને આરોપ લગાવ્યો છે કે અનસ તેમને બિન જરૂરી રૂપે અડી રહ્યા હતા. જેને કારણે તેમણે અનસને થપ્પડ મારી છે.

દીપિકા જે રીતે પોતાના શો માં ખોટી વાત માટે અવાજ ઉઠાવે છે ઠીક એ જ રીતે તે રિયલ લાઈફમાં પણ પોતાની સાથે થયેલ ખોટા વ્યવ્હાર બદલ બોલતી સાંભળવા મળી.

હવે આ બધુ ફક્ત ટીઆરપી માટે થઈ રહ્યુ છે કે સાચે જ આવુ કશુ થયુ છે એ તો 'દીયા ઔર બાતી હમ' ના જ સ્ટાર્સ બતાવી શકે છે.

સમાચાર એ પણ છે કે અનસે દીપિકા વિરુદ્ધ સિને એસોસિએશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.
આ મામલો કેટલો આગળ જશે એ તો ખબર નથી પણ હકીકત ટૂંક સમયમાં જ સામે આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો :