બંધ થઈ શકે છે 'સચ કા સામના'

વેબ દુનિયા|

PIB
સચ કા સામના રીયાલીટી શોમાં પરિવારના સભ્યોની સામે પ્રતિસ્પર્ધીને અશ્લીલ સવાલ પુછવાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો છે અને બધા જ સભ્યોએ એક જ સ્વરમાં આવા કાર્યક્રમને તાત્કાલીક બંધ કરવાની માંગ કરી છે.

સભ્યોએ સચ કા સામના જેવા રિયાલીટી શો અને સાર ભી કભી બહુ થી અને બાલિકા વધુ જેવી ધારાવાહિકોને ભારતીય સંસ્કૃતિ પર કઠોરાઘાત જણાવતાં આ મુદ્દાની સદનમાં વ્યાપક ચર્ચા કરવાની માંગ કરી, જેને સરકારે સ્વીકારી લીધી છે.

સપાના કમાલ અખ્તરે શુન્યકાળ દરમિયાન આ મુદ્દાને ઉઠાવતાં કહ્યું કે ટીવી ચેનલો પર આજકાલ એવા રિયાલીટી શો આવી રહ્યાં છે જે ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરે છે. તેમણે આ કડીમાં સચ કા સામનાની રજુઆત કરતાં કહ્યું કે પરિવારના સભ્યોની સામે પ્રતિયોગીને પૈસા દેખાડ્યાં બાદ તેમને અશ્લીલ સવાલ કરવામાં આવે છે.
અખ્તરે મિસાલ આપી કે આ શોમાં એક મહિલા પ્રતિયોગીને તેના પતિ અને બાળકોની સામે સવાલ કરવામાં આવ્યો કે તે પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરૂષ સાથે સંબંધ રાખવા માંગશે. મહિલાએ જ્યારે જવાબમાં ના પાડી તો સંચાલકે કહ્યું કે તેમનો જબાવ ખોટો છે.

ત્યાર બાદ મહિલાના પોલીગ્રાફિક ટેસ્ટનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો જેના આધારે મહિલાના જવાબને ખોટા સાબિત કરવામાં આવ્યાં.
સપાના સાંસદે સવાલ કર્યો કે આવી મહિલાની પતિ, બાળકો અને સમાજ સામે શું સ્થિતિ થઈ હશે. તેમણે કહ્યું કે આ સિવાય સાસુ અને વહુના ઝઘડાને પ્રોત્સાહિત કરનાર અને ભારતીય સંસ્કૃતિને ખરાબ કરનાર ધારાવાહિક બંધ થઈ જવા જોઈએ.


આ પણ વાંચો :