બાલિકા વધુ : શુ જગ્યા અને આનંદી ફરી એક થશે ?

વેબ દુનિયા|

P.R
કલર્સ ચેનલ પર ચાલી રહેલી સીરિયલ 'બાલિકા વધુ' અત્યારે લોકપ્રિયતાના ચાર્ટમાં મોખરે ચાલી રહી છે અને હવે તેમાં એક નવો વળાંક આવવાનો છે.

સીરિયલની વાર્તામાં એક રસપ્રદ વળાંક આવવાનો છે જ્યારે જગ્યા (શશાંક વ્યાસ)ને ખબર પડશે કે તેની પ્રેમિકા-પત્ની ગૌરી (અંજુમ ફારુકી)એ કેટલા ખોટા કામ કર્યાં છે. આ હકીકતને માની ન શકનાર જગ્યા ગૌરી સાથે લડાઈ કરે છે અને તેનાથી છૂટો પડી જાય છે. સાથે જ, તે જૈતસર સ્થિત પોતાના પરિવાર પાસે પાછો જવાનો નિર્ણય કરે છે પણ અહીંયા પણ એક શોક તેના માટે રાહ જોઈ રહ્યો છે.
શોની ઉત્સુકતા વધારવા માટે સીરિયલના લેખકોએ શીવ (સિદ્ધાર્થ શુક્લા) અને આનંદી (પ્રત્યુષા બેનર્જી)ની સગાઈની વાતનો પણ ખુલાસો એ જ દિવસે કરવાનો નિર્ણય કર્યો છે જ્યારે જગ્યા પોતાના ઘરે પાછો ફરવાનો છે.

હાઈ વોલ્ટેજ ડ્રામા વાળો આ એપિસોડ ટૂંક સમયમાં જ પ્રસારિત થશે. એ જોવુ ખરેખર રસપ્રદ રહેશે કે આનંદીનું પાત્ર આ નવા વળાંક સાથે કેવો આકાર પામે છે.


આ પણ વાંચો :